- પાટણમાં ભગવાન જગન્નાથની 139મી Rathyatra ની તૈયારીઓને આખરી ઓપ
- ભગવાનને આંખે બાંધેલા પાટા વિધિવત રીતે ખોલવામાં આવ્યાં
- મંદિર પરિસર ખાતે યોજાઈ મહાઆરતી
- કોરોનાવાયરસ ભગવાન નાબૂદ કરે તે આશયથી કરાઈ 1008 Maskની આંગી
પાટણઃ ગુજરાતની બીજા નંબરની ગણાતી પાટણની ભગવાન જગન્નાથજીની Rathyatra ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે મંદિર પરિસર ખાતે ભગવાનની Rathyatra ને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભગવાનને આંખે બાંધેલા પાટા શનિવારે સવારે વિધિવત રીતે ખોલવામાં આવ્યા હતાં તેમજ કોરોના મહામારી દેશમાંથી નાબૂદ થાય તે માટે 1008 Mask અને સેનીટાઇઝરની આંગી કરવામાં આવી હતી. તો Rathyatra માં ભાગ લેનાર તેમજ રથ ખેંચનારા ખલાસીઓના RTPCR ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાઆરતી યોજાઈ
પાટણ શહેરના જગદીશ મંદિર ખાતે ભગવાનને આંખે બાંધેલા પાટા શનિવારે વિધિવત રીતે ખોલ્યા બાદ ભગવાનની મહાઆરતી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ જય રણછોડ માખણ ચોરનો જયઘોષ કરી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભગવાનને 1008 Maskની આંગી કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભગવાન સમગ્ર ભારત દેશને કોરોનાથી મુક્ત કરે એ માટે જગદીશ મંદિર ખાતે માસ્કની આંગી કરવામાં આવી હતી તેમજ ભગવાનને પણ Mask પહેરાવવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન