પાટણઃ સરદાર પટેલ યુનિવર્સિટીના( Sardar Patel University) કુલપતિ ડૉ. કુલકર્ણીની ખોટી રીતે નિમણૂક કરી હોવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે શુક્રવારે રાજ્યપાલ અને રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને(Education Minister Jitu Waghan) સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી રાજ્યની યુનિવર્સિટીઓમાં લાયકાત તથા નૈતિક મૂલ્યો વગરના કુલપતિઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર( Letter from Patan MLA)કરવા લેખિત રજૂઆત કરી છે.
રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત
રાજ્યમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક ગેરકાયદેસર કરવામાં આવી હોવાનો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતા સમગ્ર શિક્ષણજગતમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે કુલપતિ જેવા ઊંચા હોદ્દા પર લાયકાત અને નીતિ નિયમો વિરુદ્ધ નિમણૂક કરવામાં આવતા શિક્ષણનું સ્તર ઘટવાની સાથે શિક્ષણધામને કલંકિત કરતી ઘટનાઓ બનતી હોય છે. સત્વરે રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક મામલે થયેલી પ્રકિયા અંગે તપાસ કરવામાં આવે અને યુ.જી.સીના નીતિ નિયમ વિરુદ્ધ અને (Rules of UGC)લાયકાત વગર નિમણૂક થયેલા કુલપતિઓને તાત્કાલિક હોદા પરથી દૂર કરવામાં આવે તેવી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાજ્યપાલ, શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં 63મો પદવીદાન સમારંભ યોજાયો
શિક્ષણના હિતમાં નિર્ણય લેવા માગણી
ધારાસભ્યએ રાજ્યપાલ અને શિક્ષણ પ્રધાનને કરેલી લેખિત રજૂઆતમા જૂનાગઢ યુનિવર્સિટી, ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી સહિતની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માં 67 થી વધુ લાયકાત વિનાના કુલપતિઓની નિમણૂક કરેલી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિરુદ્ધ રાજ્યના સચિવે પણ ગંભીર પ્રકારની ગેરરીતિઓ સાબિત થયેલ હોવાનો રિપોર્ટ પણ આપેલ છે ત્યારે આવા કુલપતિ ઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી શિક્ષણના હિતમાં નિર્ણય લેવા માગણી કરી છે.
આ પણ વાંચોઃ સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીમાં ગેરવહીવટના આક્ષેપ કર્યા