પાટણ : જિલ્લાના સાંતલપુરમાં આવેલ કચ્છનું નાનું રણ મીઠું પકવતા અગરિયાઓ અને ઘુડખર માટે આશીર્વાદરૂપ બન્યું છે. ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં 150 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેને લઈને રણમાં પાણી ભરાયા છે(Heavy rains in small desert of Kutch). રણમાં પાણી ભરાઈ રહેવાના કારણે ચાલુ વર્ષે મીઠું પકવતા અગરિયાઓ દશેરા બાદ મીઠું પકવવાની કામગીરી શરૂ કરશે તેવો અંદાજ છે(Land mafia active in Santalpur desert). મીઠા પકવવાનો ધંધો શરૂ થાય તે પહેલા દર વર્ષે અગરિયાઓ રણમાં નક્કી કરેલા સ્થળે ધજા રોપી તેની પૂજા કરે છે. મીઠું પકવવાની શરૂઆત કરે છે પરંતુ ચાલુ વર્ષે રણમાં હજી ચારે બાજુ પાણી ભરાયેલું છે.
ભૂ માફિયાઓનો પગ પેસારો દર વર્ષે શિયાળામાં રણમાં મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી અનેક પક્ષીઓ આવે છે. જેમાં ખાસ કરીને ફ્લેમિંગો માટે આ રણ ખૂબ મહત્વનું છે. ચાલુ વર્ષે રણમાં પાણી ભરાઈ રહેવાને કારણે મીઠા પાણી અને ખારા પાણીના મિશ્રણથી ઝીંગા સહિતની જે વનસ્પતિ થશે તે ફ્લેમિંગોના બ્રીડિંગ માટે ઉપયોગી નીવડશે. તો બીજી તરફ રણમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ભુ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.