લોક ગાયક કિર્તીદાન ગઢવી વધું એક વિવાદમાં સપડાયા છે. કિર્તીદાન ગઢવીએ પાવાગઢ નજીક એક ડાયરામાં જાહેર જનતાને એવુ સંબોધન કર્યું હતુ કે, 'આ તો કિર્તીદાનનો ડાયરો છે, કોઈ ભવાયાનો નથી', આ અભદ્ર વાણી વિલાસને કારણે સમસ્ત નાયક ભોજક સમાજની લાગણી દુભાઈ છે.
પાટણ નાયક ભોજક સમાજના આગેવાનો એ પણ આ બાબતે એક બેઠક કરી ચર્ચાઓ કરી હતી અને જો કિર્તીદાન જાહેરમા નાયક ભોજક સમાજની માફી નહીં માગે તો, આગામી દિવસોમા ધારણા સહીતના કાર્યક્રમો આપવા અંગેની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
કિર્તીદાન ઉગતા કલાકાર છે. ત્યારે તેમણે કોઈ સમાજના વિરોધમા અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે સત્વરે આ સમાજની માફી માગવી જોઈએ.