ETV Bharat / state

પાટણમાં માં કાલિકાની પાલખી યાત્રાને પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું - gujaratpolice

પાટણ: પ્રાચીન નગરી ગણાતા પાટણ શહેરના નગર દેવી માં કાલિકાની દુર્ગાષ્ટમી નિમિતે નીકળતી પાલખી યાત્રાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

etv bharat patan
author img

By

Published : Oct 7, 2019, 11:50 AM IST

ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પ્રાચીન નગરી પાટણના નગર દેવી માં કાલિકાના ઐતિહાસિક મંદિર ખાતે ધામધૂમ પૂર્વક દુર્ગાષ્ટિમીની પૂજા વિધિ કરવામાં આવી હતી. 800 વર્ષથી પણ વધુ પ્રાચીન કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ કાલિકા માતાને પાટાણના નગર દેવી માનવામાં આવે છે. વર્ષોથી દુર્ગાષ્ટિમીના રોજ માતાજીની પાલખી યાત્રા નગરમાં નીકળવામાં આવે છે. જેથી હાલમાં ચાલતા નવરાત્રી પર્વમાં દુર્ગાષ્ટમીના દિવસે ધામધૂમ પૂર્વક નગર દેવીની પાલખી યાત્રા નીકળી હતી. આ યાત્રાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, સહિતના અધિકારીઓ પણ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. પાલખી યાત્રામાં ઉત્સાહ સાથે જોડાયા હતા.

નગર દેવી માં કાલિકા ને ગાર્ડ ઓફ ઓનર અપાયુ

નવરાત્રી પર્વએ જગત જનનીનું પર્વ કહેવાય છે. શાસ્ત્રોમાં કહેવાયા મુજબ માં કાલિકાને લક્ષ્મીજીના મોટા બહેન કહેવાયા છે. એટલે પાટણમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુંજબ દુર્ગાષ્ટમીના દિવસે મોટા બહેન નાની બહેનને મળવા સ્વયં પાલખી બિરાજમાન થઈ નગરમાં નીકળે છે. જે પરંપરા આજે પણ અહીંયા અકબંધ રહેવા પામી છે. માતાજીની પાલખી શહેરના વિવિધ વિસ્તારોમાં થઇ મહાલક્ષ્મી મંદિરે પહોંચી હતી. જ્યાં બંને બહેનોનો સંગમ થતા મોટી સાંખ્યમાં દર્શનાર્થે આવેલા ભક્તોના અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.

આજની નવી પેઢી પણ આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર જાળવી રાખે તે માટે આવા ઉત્સવો અને કાર્યક્રમો જરૂરી છે. અને જિલ્લા વહીવટી તંત્ર પણ આ કાર્યમાં પૂરેપૂરો સહયોગ આપશે. તેમ જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પ્રાચીન નગરી ગણાતા પાટણ શહેર ના નગર દેવી માં કાલિકા ની દુર્ગાષ્ટમી નિમિત્તે નીકળતી પાલખી યાત્રા ને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. પાલખી યાત્રા મા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Body:ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પ્રાચીન નગરી પાટણ ના નગર દેવી મા કાલિકા ના ઐતિહાસિક મંદિર ખાતે ધામધૂમ પૂર્વક દુર્ગાષ્ટિમી ની પૂજા વિધિ કરવામાં આવી હતી.800 વર્ષથી પણ વધુ પ્રાચીન કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ કાલિકા માતા ને પાટાણ ના નગર દેવી માનવામાં આવે છે અને વર્ષોથી દુર્ગાષ્ટિમી ના રોજ માતાજી ની પાલખી યાત્રા નગર મા નીકળવામાં આવે છે જેથી હાલ મા ચાલતા નવરાત્રી પર્વ મા દુર્ગાષ્ટમી ના દિવસે ધામધૂમ પૂર્વક નગર દેવી ની પાલખી યાત્રા નીકળી હતી.આ યાત્રા ને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર,પોલીસ અધિક્ષક, સહિત ના અધિકારીઓ પણ મંદિર મા ઉપસ્થિત રહયા હતા ને પાલખી યાત્રા મા ઉત્સાહ સાથે જોડાયા હતા.

બાઈટ 1 અશોકભાઈ વ્યાસ મંદિર ના પુજારી

નવરાત્રી પર્વ એ જગત જનની નું પર્વ કહેવાય છે અને શાસ્ત્રો મા કહેવાયા મુજબ મા કાલિકા ને લક્ષ્મીજી ના મોટા બહેન કહેવાયા છે અને એટલે ન પાટણ મા સદીઓથી ચાલી આવતી પરંપરા મુંજબ દુર્ગાષ્ટમી ના દિવસે મોટા બહેન નાની બહેન ને મળવા સ્વયં પાલખી બિરાજમાન થઈ નગરમાં નીકળે છે જે પરંપરા આજે પણ અહીંયા અકબંધ રહેવા પામી છે.માતાજીની પાલખી શહેર ના વિવિધ વિસ્તારોમાં થઇ મહાલક્ષ્મી મંદિરે પહોંચી હતી.જ્યાં બંને બહેનો નો સંગમ થતા મોટી સાંખ્યમાં દર્શનાર્થે આવેલા ભક્તો ના અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.

Conclusion:પાટણ મા વર્ષોથી નગર દેવી ના મંદિરેથી દુર્ગાષ્ટમી ના દિવસે પાલખી યાત્રા નીકળે છે ત્યારે આજની નવી પેઢી પણ આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર જાળવી રાખે તે માટે આવા ઉત્સવો અને કાર્યક્રમો જરૂરી છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ આ કાર્યમાં પૂરેપૂરો સહયોગ આપશે તેમ જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું.

બાઈટ 2 આનંદ પટેલ જિલ્લા કલેકટર પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.