ETV Bharat / state

શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ અને બકરી ઈદના દિવસે ધાર્મિક મેળાવડા મોકૂફ રાખવા મદદનીશ કલેક્ટરની સૂચના

પવિત્ર શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ તથા બકરી ઈદના ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવનાઓ છે. ત્યારે સરકારની માર્ગદર્શિકાના સુચારૂ પાલન અંગે મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ધર્મગુરૂઓ અને ધાર્મિક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.

શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ અને બકરી ઈદના દિવસે ધાર્મિક મેળાવડા મોકૂફ રાખવા મદદનીશ કલેક્ટરની સુચના

author img

By

Published : Jul 22, 2020, 10:41 PM IST

પાટણ: આ બેઠકમાં ધાર્મિક સ્થળો અનલૉક-02ના જાહેરનામા તથા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજરનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી સુચનાઓ આપતાં મદદનીશ કલેક્ટરે જણાવ્યું કે, ધાર્મિક સ્થળોએ પૂરતી તકેદારી નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ વધવા લાગશે. માટે ધાર્મિક પરિસરને સેનેટાઈઝ કરવા સાથે હાથ ધોવાની વ્યવસ્થા, તબક્કાવાર દર્શન સહિતની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. વધુમાં આસ્થાળુઓ મૂર્તિ કે દર્શન માટેની કતારમાં રેલિંગ જેવી જગ્યાઓએ સ્પર્શ ન કરે તે પ્રકારની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ અને બકરી ઈદના દિવસે ધાર્મિક મેળાવડા મોકૂફ રાખવા મદદનીશ કલેક્ટરની સુચના
શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ અને બકરી ઈદના દિવસે ધાર્મિક મેળાવડા મોકૂફ રાખવા મદદનીશ કલેક્ટરની સુચના

તાજેતરમાં શરૂ થયેલા શ્રાવણ માસમાં શિવ મંદિરો તથા આગામી માસમાં આવનારા બકરી ઈદના ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોઈ કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ અનેકગણું વધી જાય છે. જેને અનુલક્ષીને પૂજા તથા બંદગી માટે એકઠા થતા લોકો ફેસ માસ્ક પહેરે, અભિવાદન વખતે શારિરીક સંપર્ક ટાળે તથા સામાજીક અંતર જાળવે તે માટે અનુરોધ કર્યો હતો. મદદનીશ કલેક્ટરે કો-મોર્બિડ કંડિશન ધરાવતા, વરિષ્ઠ નાગરીકો તથા નાના બાળકોને ધાર્મિક સ્થળોએ ઉપસ્થિતિ ટાળવાની અપીલ કરી હતી.

પાટણ પ્રાંત કચેરી તથા ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી મદદનીશ કલેક્ટરે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો ખાતે યોજાતા મેળાઓ મોકૂફ રાખવા સૂચના આપી હતી. સાથે જ મેળાના કારણે સ્થળ પર આવતા ફેરિયા-વેપારીઓને પણ ઉપસ્થિત ન રહેવા અપીલ કરી હતી.

કોવિડ-19 ચેપના ફેલાવાને રોકવા માટે ધાર્મિક પરિસરોમાં જરૂરી સામાજિક અંતર જળવાય અને અન્ય નિવારક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવા મદદનીશ કલેક્ટરે તમામ મામલતદારોને પત્ર દ્વારા જાણ કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.