જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરની સિવિલ હૉસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો નોંઘાયો છે. છેલ્લા 16 દિવસમાં શરદી- ખાંસીના 2272 કેસ અને ઝાડાના 1296 કેસ નોંધાયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં 400થી વધુ વાયરલ ફીવરના કેસ અને 2 મલેરિયાના કેસ સામે આવ્યા છે.
જિલ્લાભરના લોકો રોગચાળાની ઝપેટમાં છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. સફાઈથી લઈને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી નથી. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.