પાટણ : પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે નર્મદાના પિયત અને કમોસમી વરસાદના ભેજને કારણે રવિ ઋતુમાં સારુ વાવેતર થયું છે. 1,49,000 હેક્ટર વિસ્તારમાં વિવિધ રવી પાકોનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ રાયડાનું 38154 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે 27162 હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું હતું. તેની સરખામણીએ ચાલુ વર્ષે 10992 હેક્ટર વિસ્તારમાં વધારે રાયડાનું વાવેતર થયું છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રાયડો, એરંડા, કપાસ, બાજરી અને રાજગરાની આવકો (Crop Income at Patan Market Yard) જોવા મળી રહી છે. જેને લઇ માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે.
રાયડાના ભાવમાં 350 નો ઉછાળો
ગત વર્ષે માર્કેટયાર્ડમાં રાયડાની મણ દીઠ ભાવ 860થી 1035 સુધીના હતા તેની સામે ચાલુ વર્ષે રાયડાના (Rayda's Income in the Market Yard) ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે રાયડાના ભાવમાં મણ દીઠ 350 નો વધારો (Rayda's Price 2022) નોંધાયો છે. રાયડાના મણ દીઠ 1050 થી 1338 ના ભાવ બોલતા છેલ્લા 10 વર્ષના સમયગાળામાં ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળ્યા છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રાયડાની 9 હજાર બોરીની પ્રતિદિન આવક નોંધાઈ રહી છે.
આ પણ વાંચોઃ પાટણ માર્કેટ યાર્ડમાં દસ વર્ષ બાદ રાયડાના ભાવમાં જોવા મળેલી તેજી
સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારીત છે. ચાલુ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં રાયડાનું (Planting of Rayda in Patan) વાવેતર કર્યું હતું. હાલમાં પાકની લણણી લીધા બાદ તેના વેચાણ માટે ખેડૂતો પાટણના માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લાવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિવિધ ખેત પેદાશોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ વધારે મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેત પેદાશોની આવક લેટ થઈ
પાટણના પ્રવીણ પટેલ નામના ખેડૂતે કહ્યું કે, પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પાછોતરા ઠંડી વધુ પડવાને કારણે માર્કેટયાર્ડમાં વિવિધ ખેત પેદાશોની (Rayada in Patan Market Yard) આવક લેટ થઈ છે. પરંતુ આગામી સમયમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધ ખેત પેદાશોની આવક થશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં ખેડૂતો 15 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે રાયડા અને ચણાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે