- જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
- નવા 100 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6,819 થઈ
પાટણઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઈને સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા છે. જેને લઇને રોજેરોજ 100થી ઉપરના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રવિવારના રોજ પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના કુલ મળી 100 જેટલા કોરોના કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કુલ 100 કેસ નોંધાયા
પાટણ શહેર અને જિલ્લામાં રવિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં પાટણમાં 38, સિધ્ધપુરમાં 18, હારિજમાં 4, સરસ્વતીમાં 5, શંખેશ્વરમાં 9, સમીમાં 7, સાંતલપુરમાં 3, રાધનપુરમાં 3 અને ચાણસ્મામાં 10 કેસ કોરોના પોઝિટિવના મળીને પાટણ જિલ્લામાં કુલ 100 કેસ નોંધાયા હોવાથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
આ પણ વાંચોઃ નંદેસરી ઔદ્યોગિક એકમના 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
લોકોને સચેત બનવા તંત્રની અપીલ
પાટણ શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા પ્રશાસન સહિત શહેરની અને જિલ્લાની સેવાકીય અને સામાજિક સંસ્થાઓ પણ કાર્યરત બની જિલ્લા વાસીઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે.