- પાટણમાં યુવકે કર્યું અગ્નિસ્નાન
- દબાણ દૂર કરવા યુવકે કરી હતી અધિકારીઓને રજૂઆત
- ન્યાય નહીં મળતાં યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું
પાટણઃ શહેરના રેલવે સ્ટેશન રોડ પર રામજી મંદિર પાસેની ગલીમાં રહેતા યુવાને દિવાલના દબાણ મામલે ન્યાય નહીં મળતાં મંગળવારના રોજ પોતાની જાતે જ શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી જાહેર રોડ પર ડોટ લગાવતા ભારે અફડા તફડી મચી ગઇ હતી. જાહેર માર્ગ પર સળગતી હાલતમાં દોટ લગાવનારા યુવાન પર કેટલાક યુવાનોએ સંતાન અને ગામડા નાખી આગ ઠરી ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો.
બિલ્ડરો દ્વારા શ્રમજી પરિવારો પર દબાણ
પાટણ રેલવે સ્ટેશન રોડ પર કેટલાક શ્રમજી પરિવારો પર બિલ્ડરો દ્વારા દબાણ કરી તેમના રહેણાક પર કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જે દરમિયાન બિલ્ડરો અને મંદિરના પુજારી દ્વારા દબાણ કરી શ્રમજીવી પરિવારોના અવર-જવરના રસ્તા પર દીવાલ બનાવી હતી.આ દીવાલને કારણે સ્થાનિક પરિવારોને અવર-જવરમાં તકલીફ પડી રહી હતી.
દબાણ દૂર કરવા લેખિતમાં રજૂઆ કરાઇ
જે દબાણ દૂર કરવા ઠાકોર ચંદ્રસિંહ દ્વારા નગરપાલિકા, મામલતદાર તેમજ કલેક્ટર કચેરીમાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે મંગળવારના રોજ મંદિરના પૂજારી, કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સાથે ચંદ્રસિંહએ દીવાલની માપણી કરાવવાનું કહેતા આ મામલે બોલાચાલી થઇ હતી, ત્યારબાદ ઠાકોર ચંદ્રસિંહએ પાતાને જ આગ લગાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે યુવકનું લીધું નિવેદન
નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે B- ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી યુવકનું નિવેદન લઇ હાલમાં મંદિરના પૂજારી અને બિલ્ડર સામે જાણવાજોગ નોંધ કરી હતી.