ETV Bharat / state

પાટણમા કેન્દ્રીય પ્રધાને વીર મેઘમાયા મંદિરનું ભૂમિ પૂજન કર્યું - undefined

ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન અર્જુન રામ મેઘવાલના હસ્તે વીર મેઘમાયા મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું. ભૂમિ પૂજન બાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના આગેવાનો દ્વારા કેન્દ્રીય પ્રધાન અને અમદાવાદ પશ્ચિમના સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું.

pooj
પાટણમા કેન્દ્રીય પ્રધાને વીર મેઘમાયા મંદિરનું ભૂમિ પૂજન કર્યું
author img

By

Published : Aug 20, 2021, 2:36 PM IST

  • કેન્દ્રીય પ્રધાને માયા ટેકરીની મુલાકાત લીધી
  • કેન્દ્રીય પ્રધાને લાઈબ્રેરી,મ્યુઝિયમ, લેન્ડસ્કેપ,સનસેટ પોઇન્ટ સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
  • અર્જુન રામે રાજસ્થાની ભાષામાં મેઘમાયાનું ગીત ગાયું

પાટણ :ભારત સરકારના પ્રધાન અર્જુન રામ મેઘવાલ ગુરુવારે પાટણ શહેરમાં સૌથી ઊંચા સ્થળે વીર માયા ટેકરીની મુલાકા લીધી હતી, જ્યાં વીર મેઘમાયા સ્મૃતિ ભવન અને મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વીરમાયા સંકુલ ખાતે લાઇબ્રેરી, મ્યુઝિયમ, લેન્ડસ્કેપ,સનસેટ પોઇન્ટ, સહિતના વિવિધ પ્રોજેક્ટનું કેન્દ્રીય પ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન બાદ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેન્દ્રીય પ્રધાન અને અમદાવાદ પશ્ચિમ ના સાંસદ કિરીટ સોલંકીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.

પાટણમા કેન્દ્રીય પ્રધાને વીર મેઘમાયા મંદિરનું ભૂમિ પૂજન કર્યું

રાજસ્થાની ભષામાં ગીત ગાયું

જય જય ગરવી ગુજરાતના નાદ સાથે કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે રાજસ્થાની ભાષામાં વીર મેઘમાયાનું ગીત ગાયું હતું.જે સાંભળીને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે સામાજિક ક્રાંતિના અગ્રદૂત સમા વીર મેઘમાયાની કથાને અમર રાખવા અહીં મ્યુઝિયમ બનાવાશે અને કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગની ગ્રાન્ટમાંથી લાયબ્રેરી અને પાંડુલિપિ માટેનું રિસર્ચ સેન્ટર બનાવવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. પાટણની સાંસ્કૃતિક ધરોહરને સંબંધિત સ્થળોના વિકાસ માટે કોઈ કસર છોડવામાં નહીં આવે.

ગૌરવ ગાથાા

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમ મત ક્ષેત્રના સાંસદ અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે સદીઓ પહેલા સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી આવે તે માટે સ્વેચ્છાએ પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર મેઘમાયાની ગાથાને ચિરંજીવી બનાવવા મેમોરિયલના ભાગરૂપે આ મંદિરનું નિર્માણ આગામી નવ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ મંદિરના ગર્ભગૃહમાં વીર મેઘમાયા ઉપરાંત સંત કબીર,રવિદાસ સહિતના સંતોની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવશે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.