પાટણ: શહેરમાં નોંધાયેલા કેસમાં યશધામ ફ્લેટમાં બે કેસ, નાણાવટી સ્કૂલ પાસે ઉમિયાનગર, પ્રાર્થના રેસીડેન્સી, ગેલમાતાની ડેરી હિંગળાચાચર બે કેસ, ખોડાભા હોલની પાછળ વૃંદાવન સોસાયટી, ભારતીય સોસાયટી, કલાનગર સોસાયટી, મુખ્ય બજારમાં ચીતારાની ખડકી, જુના ગંજ બજાર વિસ્તારમાં દવે નો પાડો, વીજળ કૂવો, જળ ચોક, દુખવાડા, સુવિધીનાથ સોસાયટી, યસ વિહાર અંબાજી નેળીયુ, નવજીવન સોસાયટી અને સોનીવાડા માં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
જ્યારે ચાણસ્મા શહેરમાં ઉમિયા નગર, તાલુકાના ગામે પીપળ, ધીણોજ, દેલમાલ મળી એક ચાણસ્મા,અને 4 કેશ તાલુકામા મળી પાંચ કેસ નોંધાયા છે.
સરસ્વતી તાલુકાના જાખા ગામે એક કેસ ,સમી શહેરના મોટા માઢમાં એક કેસ, રાધનપુર શહેરમાં શીવમ સોસાયટીમાં એક કેસ, હારીજ શહેરમાં એક કેસ અને તાલુકાના સાંકરા ગામે એક કેસ મળી જિલ્લામાં કુલ 27 જણા શિકાર બન્યા છે.
સમગ્ર જિલ્લાના અડધા જેટલા કેસ પાટણ શહેરમાં જ નોંધાયા છે. તો સિધ્ધપુર તાલુકાના રસુલ તળાવ વિસ્તારમાં રહેતી 72 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોત થતાં જિલ્લાનું કુલ મૃત્યુઆંક 44 થયો છે.