- સુભાષચંદ્ર બોર્ડની પ્રતિમા પાછળ લગાવવામાં આવ્યું મોટું હોર્ડિંગ્સ
- જાહેરાતના મોટા હોર્ડિંગ્સને કારણે પ્રતિમા ઢંકાઈ
- રાહદારીઓ અને વાહન ચાલકોની લાગણી દુભાઈપાટણમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે હોર્ડિંગ્સ લગાવાતા ગરિમા ઝંખવાઈ
પાટણઃ શહેરના સુભાષચોક વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની જાહેરાત કરતું મોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે, જેના કારણે પાછળના ભાગેથી સુભાષચંદ્ર બોઝની આખી પ્રતિમા ઢંકાઈ જાય છે. શહેરમાં ઠેર-ઠેર મોટા પ્રમાણમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા જાહેર સ્થળો પર લગાવવાની પરમિશન આપી છે કે નહીં અને આપી હોય તો ભાડું વસુલ કરવામાં આવે છે કે નહીં તે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હોર્ડિંગ્સને કારણે પ્રતિમાની ગરિમા હણાઈ
સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ઢાંકી દેતા આ હોર્ડિંગ્સને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવામાં મહત્વનું યોગદાન આપનારા આ મહાન વિભૂતિની પ્રતિમા આ હોર્ડિંગ્સને કારણે તેની ગરીમા હણાઈ રહી છે.