ETV Bharat / state

Gujarat Pride Day 2022: પાટણમાં પોલીસ જવાનોએ કઈ રીતે લોકોના દિલ જીત્યા, જૂઓ - પોલીસ જવાનોના અવનવા સ્ટન્ટ

પાટણમાં રવિવારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં (Celebration of Gujarat Pride Day in Patan) આવી હતી. આ પ્રસંગે પાટણ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તો આ પ્રસંગે વિવિધ પોલીસ પ્લાટૂનોએ રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને સલામી પણ આપી હતી.

Gujarat Pride Day 2022: પાટણમાં પોલીસ જવાનોએ કઈ રીતે લોકોના દિલ જીત્યા, જૂઓ

author img

By

Published : May 2, 2022, 9:53 AM IST

પાટણઃ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે (Celebration of Gujarat Pride Day in Patan) રવિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પાટણ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ (Police parade inspection) સહિત વિવિધ કાર્યક્રમો (Patan Police Program) યોજાયા હતા. તો આ કાર્યક્રમો દરમિયાન વિવિધ પોલીસની પ્લાટૂનોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સલામી આપી હતી.

રાજ્યપાલ-મુખ્યપ્રધાને પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ

રાજ્યપાલ-મુખ્યપ્રધાને પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ- ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં (Gujarat Pride Day 2022) પોલીસ વિભાગ પણ સહભાગી બન્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગૌરવ દિવસની સંધ્યાએ (Celebration of Gujarat Pride Day in Patan) રાજ્યપાલ તેમ જ મુખ્યપ્રધાને પોલીસ પરેડનું નિરીક્ષણ (Police parade inspection) કર્યું હતું. પોલીસના વિવિધ પ્લાટુનો દ્વારા મહામહિમ રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મહામહીમ રાજ્યપાલે ખૂલ્લી ગાડીમાં સવાર થઈ નગરજનોનું અભિવાદન કર્યું હતું.

પોલીસ જવાનોએ બતાવ્યા કરતબ
પોલીસ જવાનોએ બતાવ્યા કરતબ

આ પણ વાંચો- Patan Mashaal rally: ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત પાટણમાં મશાલ રેલી યોજાઇ

પોલીસ જવાનોએ દિલધડક સ્ટન્ટ કરી લોકોના દિલ જિત્યા - આ ઉપરાંત નાગરિકોનો ઉત્સાહ જળવાઈ રહે તેમ જ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પરેડ, રાઈફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટન્ટ (New stunts of police personnel), ડોગ શૉ, અશ્વ શૉ બેન્ડ ડિસ્પ્લે સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો અને નગરજનોએ પોલીસના આ દિલધડક કરતબો જોઈને અભિભૂત બન્યા હતા.

પોલીસ જવાનોએ બતાવ્યા કરતબ
પોલીસ જવાનોએ બતાવ્યા કરતબ

આ પણ વાંચો- Gujarat Gaurav Divas 2022 : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાને પાટણ જિલ્લાને આપી કરોડોના વિકાસ કામોની ભેટ

કરતબ જોઈ લોકો થયા મંત્રમુગ્ધ - પાટણ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા મોટર સાયકલ સ્ટન્ટ (New stunts of police personnel) અને અશ્વ શૉના દિલધડક કરતબો જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ બન્યા હતા અને પોલીસની કામગીરીની શહેરીજનોએ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ પણ રહ્યા ઉપસ્થિત

કૉંગ્રેસના ધારાસભ્ય કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત - આ કાર્યક્રમમાં પાટણ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો સ્થાપના દિવસ પાટણના આંગણે ઉજવ્યો છે. ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી મેં હાજરી આપી છે અને મારી ફરજ છે. બીજો કોઈ રાજકીય ઉદ્દેશ નથી. પાટણમાં સરકારી અને રાષ્ટ્રીય દરેક કાર્યક્રમોમાં તંત્ર દ્વારા અમને આમંત્રણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.