ETV Bharat / state

Gujarat Foundation Day 2022 : પાટણે ગુજરાતની ધીંગીધરાની પ્રભુતા રાખી ધબકતી, કલાકારોએ પાથર્યા કલાના કામણ

author img

By

Published : May 2, 2022, 1:42 PM IST

ગુજરાત ગૌરવ દિવસે પાટણમાં (Gujarat Foundation Day 2022) પ્રભુતા ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતીની ધીંગીધરાની સાંસ્ક્રતિઓ રજૂ (Patan Gujarat Foundation Day) કરાવમાં આવી હતી. આ ઉપરાંત કાર્ચક્રમમાં અનેક ગુજરાતના શ્રેષ્ઠીઓને ગુજરાત એવોર્ડ 2022 થી સન્માનિત (HNGU cultural program) કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

Gujarat Foundation Day 2022 : પાટણે ગુજરાતની ધીંગીધરાની પ્રભુતા રાખી ધબકતી, કલાકારોએ પાથર્યા કલાના કામણ
Gujarat Foundation Day 2022 : પાટણે ગુજરાતની ધીંગીધરાની પ્રભુતા રાખી ધબકતી, કલાકારોએ પાથર્યા કલાના કામણ

પાટણ : પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી (Gujarat Foundation Day 2022) પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વહીવટી તંત્ર દ્વારા યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ઘાસ ગુજરાત પાટણ ગાન્ડ થકી પાટણની પ્રભુતા ઉજાગર કરતો સાંસ્કૃતિક (Patan Gujarat Foundation Day) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

પાટણમાં પ્રભુતા ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

શ્રેષ્ઠીઓને એવોર્ડથી સન્માનિત - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Celebration of Gujarat Pride Day at HNGU) સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતના શ્રેષ્ઠીઓને ગુજરાત એવોર્ડ 2022થી સન્માનિત કરાયા હતા. જેમાં કૃષિ ક્ષેત્રમાં પ્રફુલચંદ્ર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રતાપ પંડ્યા, સમાજ સેવા ક્ષેત્રમાં નિલેશ માંડ, રમતગમત અને યોગ ક્ષેત્રમાં કુમારી અવની ઝાંઝરૂકિયા, કલાક્ષેત્રમાં કિર્તીદાન ગઢવીને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાટણના શ્રેષ્ઠી તનીલ કિલાચંદ, સામાજિક અને સેવાભાવી બેબા શેઠ, સહિત પાટણ જિલ્લાના 15 શક્તિઓને પણ વિવિધ ક્ષેત્રોમાં કરેલી કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

આ પણ વાંચો : Gujarat Gaurav Divas 2022 : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાને પાટણ જિલ્લાને આપી કરોડોના વિકાસ કામોની ભેટ

રાજ્યપાલનો અનુરોધ કર્યો - આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય (Acharya Devvrat in Patan) દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતનો સર્વાંગી વિકાસ અન્ય રાજ્યો માટે પ્રેરણા સ્તોત્ર છે. આજે દુનિયાભરના દેશના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ મોડલની જાણકારી મેળવવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જળ-જમીન પર્યાવરણની રક્ષા માટે દેશી ગાયના જતન માટે ખેડૂતો અને ખેતરની સમૃદ્ધિ માટે સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આજની યુવા પેઢીને વ્યસન મુક્ત બને શિક્ષણ અને સંસ્કારોથી સમૃદ્ધ બને અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવો પુરુષાર્થ કરવા અનુરોધ કર્યો હતો.

શ્રેષ્ઠીઓને એવોર્ડથી સન્માનિત
શ્રેષ્ઠીઓને એવોર્ડથી સન્માનિત

પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવણી - આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાનો-નગરપાલિકાનો સર્વાંગી વિકાસ લઈને 5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી. તેમજ આ પ્રસંગમાં વિકાસ વાટિકા તેમજ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બનાવાયેલા પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અણહિલપુર પાટણ લોથલ અને ધોળાવીરાએ પ્રાચીન સંગ્રામના ભર્યા ઇતિહાસની ભૂમિ છે. આ ભૂમિએ ગાંધી-સરદાર શ્યામજી કૃષ્ણ વર્મા રવિશંકર મહારાજ જેવા લોકસેવકો આપ્યા છે. આવા સેવકોને યાદ (HNGU Cultural Program) કરવાનો અવસર એટલે ગુજરાત ગૌરવ દિવસ. ગુજરાતને સતત અને અવિરત ધબકતું રાખવા અગ્રીમ વિકાસનો પંથ નરેન્દ્ર મોદીના પગલે કંડાર્યો છે. તે જ માર્ગે ગુજરાત આજે આગળ વધી વિકાસની રાજનીતિનો નવો યુગ ગુજરાતે બે દાયકામાં વિકસાવ્યો છે.

ગુજરાત ગૌરવ દિવસ
ગુજરાત ગૌરવ દિવસ

આ પણ વાંચો : Gujarat Foundation Day 2022: શિક્ષણપ્રધાનએ ગુજરાત સ્થાપના દિને પૂર્વે વિદ્યાર્થીઓને આપી આ અનોખી ભેટ

પાટણની પ્રભુતા ઉજાગર કરતો કાર્યક્રમ - પાટણ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક (Cultural Program in Patan) કાર્યક્રમમાં પદ્મશ્રી વિષણુ પંડ્યા લિખિત ગાશે ગુજરાત પાટણ ગાનમાં પાટણની પ્રભુતા ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવવામાં આવી હતી. ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતોને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવ્યું હતું. આમ, આ કાર્યક્રમમાં પાટણ પાલનપુર, ભુજ, ભાવનગર, અમદાવાદના કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.