પાટણ: શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરમાં લેવાયેલ પરીક્ષા કોરોના તેમજ LRDની ભરતીને કારણે નહીં આપી શકનાર વિદ્યાર્થીઓને બીજી તક આપી ફરી લેવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારથી સેમેસ્ટર 3ની પરીક્ષાઓનો (MSC Third Semester Exam ) પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ MSCM- 3ની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉ લેવાઈ ગયેલા પરીક્ષાનું જુના પ્રશ્નપત્ર પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ અચંબામાં મુકાઈ ગયા હતા અને ચોંકી ઉઠ્યા હતા. જોકે યુનિવર્સિટીને પોતાની ભૂલનું ભાન થતાં પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક આ પરીક્ષા રદ્દ(Cancels MSC exam) કરી હતી.
આ પણ વાંચો: PSI recruitment controversy : ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC
આ પરીક્ષા ફરીથી આગામી 6 જૂનના રોજ લેવાની જાહેરાત કરી હતી - પાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બર 2021 પરીક્ષામાં સ્નાતક સેમ 3 અને 5 તેમજ અનુસ્નાતક 3 ની પરીક્ષામાં કોરોનાના કારણે તેમજ LRD પરીક્ષાના(LRD exam) કારણે પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા માટે બીજી તક આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સેન્ટર સંચાલકોને ધ્યાને આવતા પરીક્ષાનું પેપર રદ્દ કરાયું છે - જે પરીક્ષાઓ લેવાની બાકી હોય તે લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ તબક્કામાં MSC સેમ-3 ની પરીક્ષા ઓફ્લાઇન પેપર પેન પદ્ધતિથી બપોરે 12:00 કલાકેથી શરુ થઈ હતી. જેમાં MSC સેમ 3ની કેમેસ્ટ્રી, ઓર્ગેનિક વિષયની પરીક્ષામાં(Organic Subject Examination) અગાઉ યોજાઇ ગયેલી હતી. પરીક્ષામાં પુછાયેલ પેપર ફરીથી નવિન પરીક્ષામાં પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું. જૂનું પેપર જ પરીક્ષામાં આવતા સેન્ટર સંચાલકોને ધ્યાને આવતા પરીક્ષા વિભાગને જાણ થતાં પ્રથમ દિવસનું પેપર રદ્દ કરાયું છે.
આ પણ વાંચો: Recruitment of TRB : ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનની જગ્યા માટે 18,000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
પાટણ યુનિવર્સિટીનો વહીવટનો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવી રહ્યા છે - આ રદ્દ કરાયેલ પેપર આગામી 6 જૂનના રોજ આ પેપરની પરીક્ષા ફરીથી યોજાશે. તેવુ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું. પાટણ યુનિવર્સિટીનો વહીવટ દિવસે દિવસે કથળી રહ્યો હોય તેમ અવારનવાર છબરડાઓ અને ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી પરીક્ષાઓમાં(Career oriented exams) છબરડા અને પ્રશ્નપત્રોમાં ભૂલોને લઈ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે.