ETV Bharat / state

ધારપુર હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ - Doctor strike

ધારપુર મેડિકલ કોલેજના 150 જેટલા ઇન્ટર્ન તબીબો પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરીયા જેને લઇને ધારપુર હોસ્પિટલમાં તબીબી સેવાઓ ખોરવાઇ હતી.

ધારપુર હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ
ધારપુર હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈધારપુર હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ
author img

By

Published : Dec 15, 2020, 6:43 AM IST

  • પાટણ ધારપુર હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળપર ઉતર્યા
  • પગાર વધારાની માગણીને લઇને તબીબોની હડતાળ
  • સરકારમાં પગાર વધારાની અનેકવાર કરવામાં આવી છે માંગણીઓ
  • માંગણીઓ ન સ્વીકારાતાં હડતાલનું શસ્ત્ર અપનાવ્યું
  • તબીબો હડતાળ પર ઉતરતા હોસ્પિટલમાં મેડિકલ સેવાઓ ખોરવાઈ

પાટણઃ ધારપુર મેડિકલ કોલેજના 150 જેટલા ઇન્ટર્ન તબીબો પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા ધારપુર હોસ્પિટલમાં તબીબી સેવાઓ ખોરવાઇ હતી.

મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો

રાજ્યની સરકારી તેમજ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબો દ્વારા પગાર વધારાની સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ કરવા છતાં આજદિન સુધી ઇન્ટર્ન તબીબોની કોઈ જ માગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા નાછૂટકે આ તબીબોએ હડતાળનું રણસિંગુ ફૂક્યુ છે અને સોમવારના રોજ રાજ્યમાં 2 હજારથી વધુ તબીબો હડતાલ પર ઉતરી પગાર વધારાની માગ કરી હતી. જે અનુસંધાને પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 150 જેટલા ઇન્ટર્ન તબીબો વધુ સ્ટાઈપેન્ડની માગ સાથે હડતાલમાં જોડાયા હતા.

ધારપુર હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ

સૂત્રોરચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો

ધારપુર કેમ્પસમા મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી સૂત્રોરચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તબીબોને માત્ર રૂપિયા 12000 ચૂકવવામાં આવે છે. તેની જગ્યાએ 20000 ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ઇન્ટર્ન તબીબોને 39000, કેરાલાના તબીબોને 22000 ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતના ઇન્ટર્ન તબીબોને માત્ર રૂપિયા 13000 ચૂકવવામાં આવે છે. જે અન્યાયી છે જ્યાં સુધી તબીબોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે ઇન્ટર્ન તબીબોએ તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.