પાટણ- જુનિયર ડોક્ટરોની હડતાળ મામલે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જુનિયર તબીબોની માંગ વાજબી (Health Minister Hrishikesh Patel Statement ) નથી. ડોક્ટરોની માંગ બોર્ડ ખતમ કરવાની છે. જુનિયર ડોક્ટરો હડતાળ યથાવત રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. જુનિયર ડોક્ટરો પોતાની ફરજની જગ્યા પર હાજર નહીં થાય તો હડતાળ પર ઉતરેલા ડોકટરો સામે કાર્યવાહી (Action Against Doctors on Strike) કરાશે.
મામલો શું છે જાણો -રાજ્યમાં હાલમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરોમાં સરકારી મેડીકલ કોલેજોમાં જુનિયર તબીબો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ, (Achievement of eight years of Modi government) ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે આમ જણાવ્યું હતું.
અત્યાર સુધી ડૉક્ટરોની માગણી સ્વીકારી છે- જુનિયર તબીબોની હડતાળ મામલે તેમણે નિવેદન આપી જણાવ્યું હતું કે માંગણી વાજબી હોય તો સરકારે અત્યાર સુધી ડૉક્ટરોની માગણી સ્વીકારી છે. ગામડાઓ સુધી પીજી સ્પેશ્યાલિસ્ટ તબીબોની સેવા પહોંચાડવા માટે સરકારે તેમની માગણીઓ સ્વીકારી ગામડાઓ સુધી સર્વિસ આપવા બોન્ડની વાત છે. જ્યારે તબીબોની માંગણી બોન્ડ ખતમ કરવાની છે માટે તેમની આ માંગ સાથે સરકાર (Health Minister Hrishikesh Patel Statement ) સંમત નથી. ડોક્ટરોની ફરજ છે કે બોન્ડ પ્રમાણે દૂર ગામડાઓમાં જઈ લોકોના આરોગ્યની સેવા કરે અને તે કરવી જ પડે તેમાં કોઈ બાંધછોડ (Health Minister Hrishikesh Patel Statement ) ચાલે નહીં.
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરશે- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જુનિયર તબીબોને જે જગ્યાએ ફરજ પર મૂક્યા છે તેઓ તાત્કાલિક પોતાની ફરજની જગ્યાએ હાજર થઈ જાય. જો તેઓ હડતાલ ચાલુ રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા (Health Minister Hrishikesh Patel Statement ) કરશે. તેમજ હડતાળ પર ઉતરેલા ડોકટરો સામે કાર્યવાહી (Action Against Doctors on Strike) પણ કરશે.
ડોક્ટરો કેમ કરી રહ્યાં છે હડતાળ- ડોક્ટર્સનું જણાવવું છે કે અમારી માગણી છે તે વિશે હાયર ઑથોરિટી, કમિશનર, આરોગ્ય પ્રધાન, ACS સૌની સમક્ષ રજૂઆતો કરી છે પણ ધ્યાન અપાતું નથી. તેઓની માગણી (Various Demands of Resident Doctors) છે કે HR શિફ્ટ નીચે સેવા છે. તેને બોન્ડ પીરિયડ તરીકે ગણવામાં આવે. રાજ્ય સરકાર આ વસ્તુને ધ્યાનમાં લઈને અમારી માગણીઓને વ્યાજબી ગણીને સકારાત્મક વલણ આપે. અમે ફેબ્રુઆરીથી 10થી 15 વખત રજૂઆત કરી હતી. જોકે, હજી સુધી કોઈ સમાધાન ન આવતા અમે હડતાળનો માર્ગ અપનાવ્યો છે.