- પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવમાં વધારો
- અગાઉ 900થી 1000નો ભાવ ખેડૂતોને મળતો હતો
- વરસાદ ખેંચાતા ભાવમાં ઉછાળો આવ્યો
- ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો મોટા પ્રમાણમાં એરંડાનું કરી રહ્યા છે વેચાણ
પાટણ: જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ ખેતરો (farm)માં પાકનું વાવેતર (Planting of crops) કર્યું છે પરંતુ વરસાદ ખેંચાયો છે. જેને લઈ જગતનો તાત (farmer) ચિંતિત બન્યો છે. તો બીજી તરફ પાટણ માર્કેટ યાર્ડ (patan market yard) માં એરંડા (Castor) ના ભાવમા વધારો થતાં ખેડૂતોએ સંગ્રહ કરેલા એરંડા (Castor) નો માલ માર્કેટ યાર્ડ (market yard) માં વેચાણ માટે આવતા માર્કેટ યાર્ડ (market yard) માં માલના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે. અગાઉ એરંડાના 20 કિલોના ભાવ રૂપિયા 900થી 1000 નો રહ્યો હતો. હાલ ભાવમાં ઉછાળો આવતા હરાજી (Auction) માં રૂપિયા 1100 થી વધુનો ભાવ પડતા ખેડૂતો મોટી સંખ્યામાં એરંડાના માલનું વેચાણ કરી રહ્યા છે અને રૂપિયા 100થી વધુનો વધારો મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: પાટણ માર્કેટ યાર્ડમાં દસ વર્ષ બાદ રાયડાના ભાવમાં જોવા મળેલી તેજી
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ભાવ વધુ મળતાં ખેડૂતોના ચહેરા પર જોવા મળી ખુશી
એરંડા (Castor) ના ભાવ વધતા પાટણ માર્કેટયાર્ડ (patan market yard) માં રોજની 8000 થી 9000 એરંડા (Castor) ની બોરીઓની આવક થઈ રહી છે. સાથે જ ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા હોવાથી હાલમાં ખેડૂતોનો ઘસારો માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યો છે. જે પ્રકારે પાક વાવણી સમયે જે ખર્ચાઓ કર્યા તે મુજબના ભાવ મળી રહેતા ખેડૂતોના ચેહરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોએ સિઝનમાં તો એરંડાનો માલનું વેચાણ સારા ભાવમાં કર્યું અને સિઝન બાદ પણ એરંડાના માલમાં રૂપિયા 100નો વધારો આવતા સંગ્રહ કરેલા એરંડાના માલનું વેચાણ કરી રહ્યા છે અને ભાવ સારા મળતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.
![પાટણમાં એરંડાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-farmershappywithaffordablecastorprices-vbb-vo-gj10046_24072021181550_2407f_1627130750_592.jpg)
આ પણ વાંચો: પાટણ માર્કેટ યાર્ડમાં જણસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી