પાટણ: કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા પાટણ વહીવટી તંત્ર દ્વારા અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર તેમજ મહોલ્લા, પોળોમાં ફરતી અને ઉભી રહેતી શાકભાજીની લારીઓ માટે અલગ-અલગ જગ્યાઓ નિયત કરી શાકભાજીના ફેરિયાઓને આ જગ્યાઓ પર લારીઓ ઉભી રાખવાની ફરજ પાડવામાં આવી છે.
નક્કી કરેલી આ જગ્યાઓ પર શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો માટે હાથ ધોવાની અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા પોલિસની સુરક્ષા સેતુ સોસાયટી અને શહેરના અગ્રણી બિલ્ડર બેબાભાઈના સહયોગથી ઉભી કરવામા આવી છે. જેને પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકે ખુલ્લી મૂકી છે.
શાકભાજી ખરીદવા આવતા તમામ લોકો ફરજિયાતપણે હાથ ધોઈને જ માર્કેટમાં પ્રવેશ કરે તે માટે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. જે દરેક ગ્રાહકોને હાથ ધોવાની ફરજ પાડે છે.