પાટણ - મક્કા મદીનામાં આગામી સમયમાં પવિત્ર હજની સફરે જનાર પાટણ અને મહેસાણા જિલ્લાના 145 જેટલા હજી યાત્રિકોને (Hajj 2022 )આજે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો અને મગજના તાવથી બચાવતી રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ પાટણમાં હજ માટે તાલીમ અને રસીકરણ કેમ્પ (Haji Training and Vaccination Camp in Patan )ઉપરાંત મોટા મદ્રેસા ખાતે તમામ યાત્રિકોને (Patan Muslim pilgrims) હજ અંગેની તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોના વાયરસ: મક્કા મદીનાની ફ્લાઈટ્સ રદ થતા મહીસાગરના 40 યાત્રીઓ એરપોર્ટથી પરત ફર્યા
ગુજરાતનો હજ ક્વોટા - ગુજરાતના ફાળે આશરે 10,000 હાજી યાત્રિકો આ વખતે હજની સફરે (Hajj 2022 )જનાર છે. પાટણ અને મહેસાણા જિલ્લામાંથી 200 યાત્રિકો હજની સફરે જનાર છે. જેઓ માટે પાટણ હાજિખીદ્દમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું (Haji Training and Vaccination Camp in Patan )આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 145 જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલીઓની રસી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હજ યાત્રાનો જુલાઇથી પ્રારંભ, પાટણમાં હાજીઓને અપાઈ હજની તાલીમ
20 જૂને અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે -પાટણના મોટા મદ્રેસા ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટીના સચિવ એ. એમ. ઘાંચીની ઉપસ્થિતિમાં માસ્ટર ટ્રેનર હનીફ પટેલ દ્વારા પાટણના મુસ્લિમ યાત્રિકોમાં સ્ત્રી પુરુષ હજ યાત્રિકોને દિવસભર તાલીમ (Hajj 2022 ) આપવામાં આવી હતી. હજની વિધિઓની તાલીમમાં (Hajj ritual training ) હજમાં જતી વખતે કેવા પ્રકારની તૈયારીઓ કરવી, કેટલું લગેજ લેવું, મક્કા મદીનાની યાત્રામાં શું કરવું, તવાફ કઈ રીતે કરવા, મદીના શરીફમાં કેવી અને કેટલી નમાજ પઢવી, તમામ યાત્રિકોને એહરામ બાંધવો સહિતની તાલીમ આપવામાં આવી હતી. આગામી 20 જૂને અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ ઉપડશેે. જેમાં કોરોના ગાઈડલાઈન સાથે હાજી યાત્રિકો હજની સફરે જશે.