આજના હરીફાઈ અને ટેકનોલોજીના સમયમાં કોલેજના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે પી.કે. કોટવાલા આર્ટ્સ કોલેજમાં વિધાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ ઉદીશા ક્લબ અને પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ગોમાં વિધાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-2,3 ની પરીક્ષાઓ માટેના વિવિધ વિષયો માટે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારે પાટણ ડી.વાય.એસ.પી. વાણી દૂધાએ ખાસ ઉપસ્થિત આપી વિધાર્થીઓને જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સીની પરીક્ષાઓ માટે કઈ રીતે તૈયારીઓ કરવી, કેવા પુસ્તકોનું વાંચન કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પાટણ આટર્સ કોલેજ ખાતે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં કોલેજના 500 થી વધુ વિધાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ વર્ગ 2,3 ની પરીક્ષાઓ અંગેના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા.