- પાટણમાં આઝાદીના અમૃત મહોત્સવની થીમ (The theme of the nectar festival of independence) પર ઉજવાશે ગાંધી જયંતી
- જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા કરાયું આયોજન
- રાસ ગરબાની સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી છે
- ગરબા અને રાસ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 10 અરજી આવી
- તાલુકાકક્ષાએ યોજાયેલા યુથ ફેસ્ટિવલના (Youth Festival) 200 સ્પર્ધકો પણ અમૃત મહોત્સવમાં ભાગ લેશે
પાટણઃ જિલ્લામાં આવતીકાલે (2 ઓક્ટોબરે) ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું (Various cultural programs) આયોજન કરવામાં આવ્યું છે. અહીં આઝાદીના અમૃત મહોત્સવની થીમ (The theme of the nectar festival of independence) પર વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે જ સ્પર્ધામાં વિજેતા થનારા પ્રથમ નંબરને રાજ્યકક્ષાની સ્પર્ધામાં (State level competition) ભાગ લેવા મોકલવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત અધિકારીની કચેરીએ તમામ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ઉપરાંત પાટણ યુનિવર્સિટીના (Patan University) રંગભવનમાં નવરાત્રિ રાસગરબાની સ્પર્ધા પણ યોજાશે.
ત્રણ કેટેગરીમાં ગરબા મહોત્સવ યોજાશે
પાટણ યુનિવર્સિટીના રંગ ભવનમાં આવતીકાલે (2 ઓક્ટોબરે) વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો (Various cultural programs) યોજાશે, જેમાં નવરાત્રિ ગરબા મહોત્સવ ત્રણ કેટેગરીમાં યોજાશે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબો, અર્વાચીન ગરબો અને રાસમા પાટણ નગર અને જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ભાગ લેવા જોડાઈ રહી છે. ગરબા સ્પર્ધામા અત્યાર સુધીમાં રાસમાં 3, પ્રાચીન ગરબામાં 6 અને અર્વાચીન ગરબામાં 1 મળી કુલ 10 અરજી રમતગમત કચેરીને મળી છે. આ ઉપરાંત તાલુકાકક્ષાના યુવક મહોત્સવનું આયોજન અગાઉ કરવામાં આવ્યું હતું, જેમાં પસંદગી પામેલા 200 જેટલા કલાકારો અમૃત મહોત્સવમાં ભાગ લશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો, સામાજિક, શૈક્ષણિક, સ્વૈચ્છીક સંસ્થાઓ 1 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધીમાં રમતગમત કચેરી પાટણ ખાતે અરજી કરી શકશે.
પંતજલી યોગ સાધકો યોગ નિદર્શન કરશે
રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ગરબા સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસમાં તથા યુથ ફેસ્ટિવલમાં (Youth Festival) ભજન, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકવાર્તા, ગઝલ, ચિત્રકામ, લોકવાદ્ય જેવી 15 કલાકૃતિઓમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત પતંજલી યોગ સાધકો દ્વારા યોગ નિદર્શન પણ કરવામાં આવશે. આ તમામ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત કચેરી પાટણ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- ખાદી ઇન્ડિયાના ફ્લેગશિપ આઉટલેટમાં ગાંધી જયંતી પર રૂપિયા 1.02 કરોડનું વેચાણ થયું
આ પણ વાંચો- વિરમગામ: ગાંધી જયંતી નિમિત્તે ABVP દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો