ETV Bharat / state

ભાજપ સાથેનું સેટિંગ તૂટતા રઘુ દેસાઈ હાર્યા: ભચાભાઈ આહીર - state Congress president

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ(Former Radhanpur MLA Raghu Desai) પોતાની હાર માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને રાધનપુરના(State Congress President Jagdish Thakor) સ્થાનિક આગેવાનોને જવાબદાર ગણાવ્યા હતા. જેનો જવાબ આપતા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ(Local Congress leaders) આજે પત્રકાર પરિષદ યોજી હતી.

ભાજપ સાથેનું સેટિંગ તૂટતા રઘુ દેસાઈ હાર્યા: ભચાભાઈ આહીર

author img

By

Published : Dec 14, 2022, 7:35 PM IST

ભાજપ સાથેનું સેટિંગ તૂટતા રઘુ દેસાઈ હાર્યા: ભચાભાઈ આહીર

પાટણ ગુજરાતમાં ભાજપને બમ્પર વિજય મળ્યો છે. ત્યારે કોંગ્રેસની નિરાશાજનક હાર(Disappointing defeat of Congress) થઇ છે. કોંગ્રેસમાં જૂથવાદ તો કેટલાય સમયથી જોવા મળી રહ્યો છે અને તે કારણથી જ આજે કોંગ્રેસની(Gujarat Congress Party) કારમી હાર થઇ છે.પરંતુ હવે આ રોષ બહાર આવી રહ્યો છે. કોંગ્રેસની કંગાળ હાર પછી તેમના જ નેતાઓનો રોષ (Fury of Congress leaders) સામે આવી રહ્યો છે.

જવાબદાર ગણાવી ત્યારે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર(State Congress President Jagdish Thakor) અને રાધનપુરના સ્થાનિક આગેવાનોને જવાબદાર ગણાવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો છે. ત્યારે રાધનપુર કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આજે પત્રકાર પરિષદ યોજી રઘુ દેસાઈની હાર માટે તેઓના વાણીવિલાસ અને ભાજપના આગેવાનો પર ભરોસાને જવાબદાર ગણાવ્યો છે.

માફી માગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી અને સ્થાનિક આગેવાન ભચાભાઈ આહીરે પત્રકારોને જણાવ્યું હતું કે જગદીશ ઠાકોર સામે કરેલા અક્ષેપો મામલે રઘુ દેસાઈ પુરાવા રજૂ કરે અથવા માફી માગે. રાધનપુર મતવિસ્તારમાં રઘુ દેસાઈને કોઈ ઓળખતું ન હતું. ત્યારે સ્થાનિક આગેવાનો કાર્યકરોએ તેમને ખભે ઊંચકી સમગ્ર મત વિસ્તારમાં ફેરવ્યા હતા. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ પેટા ચૂંટણીમાં તેઓને જીતાડવા જગદીશ ઠાકોર બીમાર હોવા છતાં એમ્બ્યુલન્સમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા.

સભાઓ યોજી આ વખતે પણ જગદીશ ઠાકોરે રાધનપુર મત વિસ્તારમાં ત્રણ જાહેર સભાઓ યોજી હતી. પેટા ચૂંટણીમાં જીત્યા બાદ રઘુ દેસાઈ શનિવાર રવિવારે જ મત વિસ્તારની મુલાકાતે આવતા હતા તેમ જણાવી આક્ષેપ કર્યો હતો કે આવે ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોની અવગણના કરી ભાજપના આગેવાનો સાથે જ ફરતા હતા. ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ પણ ભાજપના આગેવાનોના કહેવા મુજબ ફાળવતા હતા. આ વખતની ચૂંટણીમાં પક્ષે તેમને ટિકિટ આપતા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો તેમની પડખે રહ્યા હતા.

આ પણ વાંચો- PM મોદીને લઈને કોંગ્રેસ નેતા રાજા પટેરિયાનું વિવાદાસ્પદ નિવેદન, MP ગૃહપ્રધાને FIR કરવાનો આદેશ આપ્યો

તનતોડ મહેનત વિજય બનાવવા તનતોડ મહેનત કરી પોતાના ખર્ચે મત વિસ્તારમાં બહાર રહેતા મતદારોને બોલાવ્યા હતા. અને કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યુ હતું. જે જે વિસ્તારોમાંથી મળેલી લીડ તેનો પુરાવો છે. પૈસાના ઘમંડ અને બનાસ ડેરી સહિત સહકારી ક્ષેત્રમાં ભાજપના આગેવાનોને ફાયદો કરાવી 2022 ની વિધાનસભાની ચૂંટણી જીતવા સેટિંગ કરી હતું. પરંતુ આ સેટિંગ તૂટતા તેઓ હાર્યા છે. સ્થાનિક પાયાના 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોને તેઓએ ચૂંટણી સમયે પૈસાના ઘમંડમાં વાણીવિલાસથી ધુતકાર્ય હતા. છતાં આ કાર્યકરો પક્ષની સાથે રહ્યા હતા.

કચરા કૌભાંડ રાધનપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ(Executive Chairman of Radhanpur Municipality) હરદાસભાઇ આહિરે જણાવ્યું હતું કે રાધનપુર નગરપાલિકાના કચરા કૌભાંડમાં રૂપિયા 98 લાખનું ચુકવણું થયું એમાં રઘુભાઈએ નિમેલા પ્રમુખની મુખ્ય ભૂમિકા હતી જેનાથી પ્રજામાં રોજ હતો અને વિધાનસભાની ચૂંટણીમાં આ કારણે જ રાધનપુરના મતદારોએ મત નહીં આપતા લીડ ઘટી છે. આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લવજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરબત આહીર રમેશ રબારી સહિત સ્થાનિક આગેવાનો અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.