- નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું
- પ્રાંત અધિકારીએ ગાઈડલાઈન બહાર પાડી
- 8 ફેબ્રુઆરીથી ફોર્મ વિતરણ કરાશે
- ઉમેદવાર સહિત પાંચથી વધુ વ્યક્તિઓ ફોર્મ જમા કરાવવા આવી શકશે નહીં
પાટણ: નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સોમવારથી વિધિવત રીતે જાહેરનામું પણ પ્રસિદ્ધ થનાર છે. જેને અનુલક્ષીને પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જેમાં સોમવારથી પ્રાંત કચેરીએ ખાતેથી ઉમેદવારો 50 રૂપિયા ફી ભરીને ફોર્મ મેળવી શકશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 16 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારીને ધ્યાને લઇને ઉમેદવાર અને ચાર ટેકેદાર જ ફોર્મ જમા કરાવવા આવી શકશે.
મતદારોને મતદાન કરવા કરી અપીલ
લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી ઉત્સવમાં દરેક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને મત આપવા અનુરોધ કર્યો હતો.