પાટણઃ રાસાયણિક ખાતર વિતરણની પોલિસીમાં સરકારની અનેક ત્રુટિઓ બહાર આવી છે. જેને લઇ ખાતરની અછત (Fertilizer shortage in Patan)સર્જાઈ છે. પાટણ જિલ્લામાં રવી સીઝનમાં (Rabi season 2021) ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને કારણે રવી સીઝનમાં મોટા પ્રમાણમાં ખાતરની વધુ જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ ખાતર વિતરણની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઠેરઠેર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોને ખાતરની પાંચથી સાત થેલીઓની જરૂરિયાત સામે માત્ર બેથી ત્રણ થેલી આપવામાં આવે છે, જેથી ખાતર મેળવવા ખેડૂતોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા
10,000 મેટ્રિક ટનની જરૂરિયાત સામે 9,000 ટન જથ્થો છે : નાયબ ખેતી નિયામક
ખાતર અંગે નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે શિયાળુ સિઝનમાં (Rabi season 2021) 56,000 મેટ્રિક ટનની જરૂરિયાત રહે છે. એટલે ચાલુ વર્ષે 46,000 મેટ્રિક ટનની જરૂરિયાત હતી જેની સામે 23,000 મેટ્રિક ટનનો જથ્થો પૂરો પાડ્યો છે. ચાલુ ડિસેમ્બર મહિનામાં 10,000 મેટ્રિક ટનની જરૂરિયાત સામે 9,000 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે અને બાકીનો 1000 મેટ્રિક ટનનો જથ્થો આગામી ચાર દિવસોમાં પૂરો પાડવામાં આવશે. ખાતર વિતરણ ડેપો પર સર્જાતી લાંબી લાંબી લાઈનો અંગે નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે આગામી સમયમાં પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળે તેવી આશંકાને લઈ હાલમાં ખેડૂતો જરૂરિયાત કરતાં એક બે થેલીઓ વધારે લઈ રહ્યાં છે જેને કારણે આ સ્થિતિ (Fertilizer shortage in Patan) સર્જાઈ છે.
આ પણ વાંચોઃ ખેડૂતોની દોડધામઃ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુરીયા ખાતરની અછત
આયોજનનો અભાવ કારણભૂત?
ખાતરના ઉપાડ માટે પાટણના વિવિધ સંઘો કાર્યરત છે અને તેઓ મંડળીઓમાં ખાતર મોકલે છે. પરંતુ આયોજનના અભાવને લઇ ડિસેમ્બરમાં ખાતરની અછત (Fertilizer shortage in Patan) વધુ જોવા મળે છે. તો ક્યાંક રાજકીય દખલગીરી પણ જવાબદાર હોઇ (Rabi season 2021) આ સ્થિતિ સર્જાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.