ETV Bharat / state

હારીજમાં યુવતીની હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોએ DYSPને કરી રજુઆત - આરોપી

પાટણઃ હારીજ તાલુકાના કુકરના રોડ પર એક ઘરમા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાની સાથે જ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો બનાવ લાગતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ, પરિવારે હત્યાની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી. પરંતુ સ્થાનિક પોલીસે ગુનો નહીં નોંધતા યુવતીના પરિવારના સભ્યોએ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરી છે.

હારીજમાં યુવતીની હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોએ DYSPને કરી રજુઆત
author img

By

Published : Jul 26, 2019, 4:53 AM IST

હારીજ તાલુકાના વાઘોસણના વતની જેરામભાઈ ઠાકોરની દીકરી કાજલ કુકરના રોડ પર તેની નાનીના ઘરે રહેતી હતી. દરમિયાન ગત તા.11 જુલાઈના રોજ ઘરમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે પરિવારજનો એ હારીજ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પંચનામું કરી આકસ્મિક મોતનો ગુનો નોંધ્યોં છે. પરંતુ, પરિવારજનોને આ મોત પાછળ ગામનો યુવાન સંકળાયેલો હોય તેવી શંકા દર્શાવી હતી. તેમજ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસ મથકે ખાતે ગયા હતાં. પરંતુ પોલીસે તેઓની ફરિયાદ દાખલ કરી નહોતી.

હારીજમાં યુવતીની હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોએ DYSPને કરી રજુઆત

જેથી યુવતીના પરિવારજનોએ પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી ખાતે આવી નાયબ પોલીસ અધિક્ષકને મળી રજુઆત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, નિલેશ ઉર્ફે પિન્ટુ નામના યુવાને યુવતીની એકલતાનો લાભ લઇ તેની હત્યા કરી હોવાના આક્ષેપો કરી યુવક સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી.

યુવતીની મોતની પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય ઉપરથી પડદો ઉઘડી શકે તેમ છે.

Intro:હારીજ તાલુકાના કુકરના રોડ પર એક ઘર મા યુવતીના મોત ની બનેલી ઘટના મામલે મૃતક ના પરિવારજનો એ આત્મ હત્યા નહિ પણ યુવતી ની હત્યા કરી હોવાના આક્ષેપો કરી હત્યાનો ગુનો નોંધવા જિલ્લા પોલીસ અધિક્ષક ને રજુઆત કરી હતી.

Body:હારીજ તાલુકાના વાઘોસણ ના વતની જેરામભાઈ ઠાકોર ની દીકરી કાજલ કુકરના રોડ પર તેની નાની ના ઘરે રહેતી હતી.ત્યારે ગત તા.11 જુલાઈ ના રોજ ઘરમાં યુવતીની લાશ લટકતી જોવા મળી હતી ત્યારે આ મામલે પરિવારજનો એ હારીજ પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી લાશ નું પંચનામું કરી આકસ્મિક મોત નો ગુનો નોંધાયો છે. જ્યારે પરિવાર જનોને આ મોત પાછળ ગામનો યુવાન સંકળાયેલ હોય તેવી શંકા જતા પરિવાર તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસ મથકે જતા પોલીસે તેઓ ની ફરિયાદ ન દાખલ કરતા આજે યુવતીના પરિવારજનો પાટણ જિલ્લા પોલિસ અધિક્ષક ની કચેરી ખાતે આવી નાયબ પોલીસ અધિક્ષક ને મળી રજુઆત કરતા જણાવ્યા હતું કે નિલેશ ઉર્ફે પિન્ટુ નામના યુવાને યુવતીની એકલતાનો લાભ લઇ તેણી ની હત્યા કરી લાશ ને ઘરમાં લટકાવી દીધી હોવાના આક્ષેપો કરી યુવક સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Conclusion:યુવતી ની હત્યા ની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તેમજ આ હત્યામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને કસૂરવાર ને તાકીદે ઝડપી લઈ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

બાઈટ 1 ઝીલુજી ઠાકોર મૃતક યુવતી ના કાકા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.