ETV Bharat / state

નકલી પોલીસે કહ્યું, ચાઈનીઝ દોરીનું વેચાણ કરો છો, નકલી પત્રકારે તોડ કર્યો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પ્લાસ્ટિક સમાન દોરીનું (Chinese Door Patan) વેચાણ રાતોરાત વધી જાય છે. જેના પર સરકારે પ્રતિબંધ જાહેર કરેલો છે. પણ પાટણમાંથી ભેજાબાજોએ નકલી પોલીસ અને પત્રકાર બનીને રોફ (Fake police Case Patan) જમાવવાનું શરૂ કરતા તોડબાજનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને પોલીસે કાયદેસરના પગલાં લઈ કામગીરી કરી છે.

નકલી પોલીસે કહ્યું, ચાઈનીઝ દોરીનું વેચાણ કરો છો, નકલી પત્રકારે તોડ કર્યો
નકલી પોલીસે કહ્યું, ચાઈનીઝ દોરીનું વેચાણ કરો છો, નકલી પત્રકારે તોડ કર્યો
author img

By

Published : Jan 8, 2023, 5:20 PM IST

નકલી પોલીસે કહ્યું, ચાઈનીઝ દોરીનું વેચાણ કરો છો, નકલી પત્રકારે તોડ કર્યો

પાટણઃ પાટણમાં ચાઈનીઝ દોરીના વેપારીને પત્રકાર-પોલીસની ખોટી ઓળખ આપી વેપારી પાસે રૂપિયા 50,000 ની માંગણી કરી વેપારી પાસે (Chinese Door Patan) રહેલા રોકડ રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. જે અંગે બનાવ બનતા પોલીસે બે નકલી પત્રકારો (Fake police Case Patan) અને ચાઈનીઝ દોરી વેચનાર વેપારી મળી કુલ ચારની વ્યક્તિઓની (Fake journalist Patan) ધરપકડ કરી છે. નકલી પત્રકાર અને નકલી પોલીસ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ (Patan SP) હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સાથે નોકરી કરતા યુવકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી

દોરીની પેટી જોઈએઃ પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર ખોડીયાર માતાના મંદિર પાસે હરીનગર સોસાયટીમાં રહેતા અને સીઝનેબલ વેપાર ધંધો કરતા રામુ ભુપેન્દ્રભાઇ છપ્પનભાઇ પટણીના મોબાઈલ પર શુક્રવારે સાંજના સમએ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો . જણાવેલ કે હું માજીદખાન સીંધી બોલું છું. મારે ચાઇનીઝ દોરીની પેટી નંગ -30 જોઇએ છે. તે લઇને વલ્લભવાડી પાસે આવ . તેમ કહેતા ચાઇનીઝ દોરીના વિક્રેતા રામુ પટ્ટણી તેના ભાઇની સાથે રાત્રિના આઠ કલાકે વસ્તુ મંગાવી હતી.

પોલીસની ઓળખ આપીઃ મોબાઇલ કરનાર વ્યકિતએ જણાવેલ કે, સ્થળ ઉપર પહોચી દોરી મંગાવનાર વ્યક્તિની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન સફેદ કલરની એક મહિન્દ્રા કારમાં બે ઇસમોએ નીચે ઉતરી બંને પટણી ભાઇઓને પકડી હાથાપાઇ કરી હતી. કહેલું કે અમો પોલીસ (Patan police Station ) અધિકારી છીએ. તમે લોકો ચાઇનીઝ દોરીનું કેમ વેચાણ કરો છો. જેથી વેપારી ડરી ગયો હતો અને સમાધાન કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ વિધવા મહિલા પર 10 દિવસ સુધી સામૂહિક દુષ્કર્મ, તેના બાળકને પણ વેચ્યું

નકલી પત્રકારોઃ બે નકલી પત્રકારો આવ્યા અને આ કેસના સમાધાન અંગે વેપારી પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો નહીં આપે તો કેસ કરીને ફસાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. વેપારીએ પૈસાની આનાકાની કરતા આ પાંચેય ઇસમોએ વેપારીને ગાડીમાં બેસાડી સુભાષચોક સુધી લઇ મારમારી ખિસ્સામાં રહેલ 3500 રૂપિયા રોકડા તેમજ ફોનની લૂંટ ચલાવી હતી. આ માથાકુટ ચાલી રહી છે તે દરમિયાન અસલી પોલીસની ગાડી આવી પહોંચી હતી. જે જોઈને પાંચ પૈકી ત્રણ ઈસમો નાસી ગયા હતા.

અસલી પોલીસે પકડ્યાઃ પોલીસે ચાઈનીઝ દોરીના વિક્રેતા અને બે નકલી પોલિસ અને પત્રકાર મળી ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે ફરીયાદીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તોફીક ઉમરભાઇ મનસુરી , મુર્તુઝાઅલી ઇકબાલહુસેન સૈયદ , ઝહીર ઉર્ફે બટાકો ભઠીયારા, માજીદખાન સિંધી અને એક અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ કાગડાપીઠમાં નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી, નજીવા કારણે ખોયો જીવ

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારઃ પોલીસની ઓળખ આપનાર તોફિક મન્સૂરી વર્ષ 2022મા પાટણ વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડયો હતો. જેમાં તેની હાર થઈ હતી. તોફિક મન્સૂરી ઉપર અગાઉ પણ સાત જેટલા કેસ નોંધાયેલા છે. તેણે અનેક વેપારીઓને ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે. જો કે ગત રોજ તે પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે ત્યારે પોલીસ આ બાબતે વધુ તપાસ કરે તો અન્ય ગુનાઓના ભેદ પણ ઉકલી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.