ETV Bharat / state

પાટણમાં EVM ભાંડાફોડ યાત્રાનું આગમન, જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને લીધા આડે હાથ - નરેન્દ્ર મોદી

પાટણ: બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા કાશ્મીરથી નીકળેલી EVM પરિવર્તન યાત્રા રવિવારે સાંજે પાટણ પહોંચી છે. અહીં આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતુ. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ યાત્રા સભામાં ફેરવાઈ હતી. આ યાત્રાનો હેતુ ચૂંટણીમાં બેલેટ પેપરથી કરાવવાનો છે.

EVM
author img

By

Published : Aug 12, 2019, 3:56 AM IST

બહુજન ક્રાંતિ મોર્ચાના રાષ્ટ્રિય સંયોજક વામન મેશ્રામના વડપમ હેઠળ 26 જૂને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રાષ્ટ્રવ્યાપી EVM ભાંડફોડ પરિવર્તન યાત્રાએ પ્રસ્થાન કર્યું હતુ. આ યાત્રા 17 રાજ્યોના 180 લોકસભા ક્ષેત્રમાં ફરી દેશની ચૂંટણીઓમાં EVMની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો સંદેશો આપનાર છે.

પાટણમાં EVM ભાંડાફોડ યાત્રાનું આગમન, જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને લીધા આડે હાથ

આજે આ યાત્રા પાટણ લોકસભા ક્ષેત્રમાં આવી પહોંચી હતી. જ્યાં બહુજન ક્રાંતિ મોરચાના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતુ. આ બાદ યાત્રા પાટણના મુખ્ય માર્ગો પર ફરી હતી, તેમજ બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત કરાયેલ ડો. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી આંબેડકર ભવન ખાતે સભા કરવામાં આવી હતી. સભામાં આગેવાનોએ જણાવ્યું હતુ કે આઝાદીના 70 વર્ષ થયા છતાં કચડાયેલા લોકોની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. અનુસૂચિત જાતિના લોકોને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ EVM હોવાનો આક્ષેપ કર્યો હતો. EVMના કારણે દેશનું સંવિધાન ખતમ થયું હોય ઉપરાંત લોકતંત્રને બચાવવા ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન કરાવવું જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વડગામથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધતા જણાવ્યું હતુ કે મનુવાદ અને મૂડીવાદના ગઠબંધનના કારણે દેશના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. રસીકરણના અભાવે બાળકો મોત થાય છે. સરકારી હોસ્પિટલો છીનવાઈ રહી છે. ત્યારે આ મૂડીવાદ અને મનુવાદ સામે લડવા માટે વિપક્ષની આશા રાખ્યા વિના આપણે બધાએ સંગઠિત થઈ લડત આપવા આહ્વાન કર્યું હતુ.

Intro:બહુજન ક્રાંતિ મોરચા દ્વારા કાશ્મીર થી નીકળેલી ઇ.વી.એમ.પરિવર્તન યાત્રા આજે સાંજે પાટણ આવી પહોંચી હતી. જ્યાં મોરચા ના આગેવાનો એ યાત્રાનું સ્વાગત કર્યું હતું.આંબેડકર ની પ્રતિમાને માલ્યાર્પણ કરી આ યાત્રા એક સભામાં ફેરવાઈ હતી. જ્યાં આગેવાનો એ ચૂંટણીમાં બેલેટ પેપર થી મતદાન કરવાની આ યાત્રા મા સહયોગ આપવા હાકલ કરી હતી.

Body:બહુજન ક્રાંતિ મોરચા ના રાષ્ટ્રિય સંયોજક વામન મેશ્રામ ની અધ્યક્ષતા મા 26 જૂન 2019 ના રોજ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ની રાષ્ટ્રવ્યાપી ઇ.વી.એમ.ભાંડફોડ પરિવર્તન યાત્રા એ પ્રસ્થાન કર્યું હતું. જે યાત્રા 17 રાજ્યો ના 180 લોકસભા ક્ષેત્રમાં ફરી દેશ ની ચૂંટણીઓ મા ઇ.વી.એમ. ની જગ્યા એ બેલેટ પેપર થી જ મતદાન લાવવા માટે લોકોમાં જાગૃતિ ના સંદેશો આપશે. ત્યારે આજે આ યાત્રા પાટણ લોકસભા ક્ષેત્ર મા આવી પહોંચી હતી.જ્યાં બહુજન ક્રાંતિ મોરચાના આગેવાનો એ યાત્રા નું સ્વાગત કર્યું હતું ને ત્યાર બાદ આ યાત્રા પાટણ ના મુખ્ય માર્ગો પર ફરી હતી ને બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત કરાયેલ ડો. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી આંબેડકર ભાવન ખાતે સભામાં ફેરવાઈ હતી. આગેવાનોએ સભા ને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદીના 70 વર્ષ થયા છતાં કચડાયેલા લોકોની પરિસ્થિતિ મા કોઈ સુધારો આવ્યો નથી.અનુસૂચિત જાતિ ના લોકોને અધિકારો થી વંચિત રાખવામાં આવ્યા છે જેનું મુખ્ય કારણ ઇ.વી.એમ છે EVM એ દેશના લોકતંત્ર અને સંવિધાન ને ખતમ કર્યું છે માટે લોકતંત્ર ને બચાવવા ચૂંટણીઓ મા બેલેટ પેપરથી મતદાન કરાવવું જરૂરી છે.

Conclusion:વડગામ ના ધારાસભ્ય એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે મનુવાદ અને મૂડીવાદ ના ગઠબંધન ને કારણે આજે દેશ ના ખેડૂતો આત્મ હત્યા કરી રહ્યા છે રસીકરણ ના અભાવે બાળકો ના મોટ4 થાય છે સરકારી હોસ્પિટલો છીનવાઈ રહી છે ત્યારે આ મૂડીવાદ અને મનુવાદ સામે લડવા વિપક્ષ ની આશા રાખ્યા વિના આપણે બધાએ સંગઠિત થઈ લડત આપવા અનુરોધ કર્યો હતો.

બાઈટ 1 જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વડગામ

(સ્ટોરી એપૃવ ડેસ્ક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.