ETV Bharat / state

પાટણમાં કોરોના રસી લેનારને ડ્રો મારફતે આપવામાં આવે છે ખાદ્યતેલ - આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ

પાટણમાં કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દાતાઓના દાનથી એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં રસી લેનાર લાભાર્થીઓને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ એક સપ્તાહ સુધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટણમાં કોરોના રસી લેનારને ડ્રો મારફતે આપવામાં આવે છે ખાદ્યતેલ

author img

By

Published : Oct 25, 2021, 8:30 PM IST

  • પાટણમાં આરોગ્ય વિભાગે રસીકરણ માટે અપનાવ્યો નવતર પ્રયોગ
  • રસી લેનારને એક લીટર ખાદ્ય તેલની બોટલ આપવામાં આવી
  • રોજ વીસ લાભાર્થીઓને આપવામાં આવશે 1 લીટર ખાદ્યતેલ
  • દાતાના સહયોગથી આપવામાં આવી રહ્યું છે ખાદ્યતેલ

પાટણ : કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા રસીકરણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને લોકો કોરોના પ્રતિરોધક રસી મુકાવી તે માટે જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ શહેરમાં 100 ટકા રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પાટણના સામાજિક અને સેવાભાવી ગોરધન ઠક્કરના સહયોગથી રસી લેનારા ભારતીયોનો ડ્રો કરી એક લીટર ખાદ્ય તેલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાટણ શહેરના વિવિધ રસીકરણ કેન્દ્રો પર જે લોકો રસી લેવા જશે તેઓના નામનો ડ્રો કરવામાં આવે છે અને જેનું નામ આવે તેવા 20 લાભાર્થીઓને એક લીટર ખાદ્ય તેલની બોટલ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

પાટણમાં કોરોના રસી લેનારને ડ્રો મારફતે આપવામાં આવે છે ખાદ્યતેલ

પાટણમાં એક સપ્તાહ સુધી આ કાર્યક્રમ ચાલશે

પાટણના બગવાડા રસીકરણ કેન્દ્ર ખાતે સોમવારે 20 લાભાર્થીઓને આરોગ્ય કર્મીઓ દ્વારા 1 લીટર તેલની બોટલો આપવામાં આવી હતી, પાટણ તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર મેહુલ કતપરાએ જણાવ્યું હતું કે, પાટણમાં રસીકરણ વેગવંતુ બને અને બાકી રહી ગયેલા શહેરીજનો રસી મુકાવી ભેટ મેળવે તે માટે દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે પંદર દિવસ ચાલશે જેમાં દરરોજ ૨૦ લાભાર્થીઓને ખાદ્યતેલની એક લીટરની બોટલ આપવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.