- પાટણમાં ત્રણ જગ્યાએ વેકસીનેશન ડ્રાય રન યોજાયું
- 122 આરોગ્ય કર્મચારીઓ એ ભાગ લીધો
- આરોગ્ય સ્ટાફ રસીકરણ માટે અવગત થાય તે હેતુથી યોજાયું ડ્રાય રન
પાટણઃ સમગ્ર દેશમાં કોરોના રસી માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને નાથવા કોવિડ 19 સામે રક્ષણ આપતી આ રસીને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વેક્સિનેશનને મંજૂરી મળ્યા બાદ જનસામાન્ય સુધી પહોંચાડવા માઈક્રો પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
122 આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો
જેના ભાગરૂપે પાટણ જનરલ હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર એક અને શાંતિ નિકેતન શાળા એમ ત્રણ સ્થળોએ તેમજ ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે પ્રાથમિક શાળામાં અને સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ હોસ્પિટલમાં એમ મળી પાંચ સ્થળોએ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં 122 આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આરોગ્ય સ્ટાફ રસીકરણ માટે અવગત થાય તે હેતુથી યોજાયું ડ્રાય રન
આરોગ્ય કર્મચારીઓ રસીકરણની સ્ટાન્ડર્ડ પ્રોસિજર તથા ઓનલાઈન સોફ્ટવેર પદ્ધતિથી અવગત થાય તેવા હેતુ સાથે ડમી લાભાર્થી પર ડ્રાય રન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વેઈટિંગ રૂમ માં બેસાડી રસી મૂકવામાં આવેલા વ્યક્તિઓને ક્રમ મુજબ તેમની આઈડેન્ટીટી ચેક કરવામાં આવી હતી. ત્યારબાદ વેક્સિનેટર ઓફિસર દ્વારા તેમને નોર્મલ સ્લાઈન ઇન્જેક્ટ આપ્યા બાદ કોવિડ વેકસીનેશન માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરમા તેની એન્ટ્રી અને વેલીડેશન કરવામાં આવ્યું હતુ. રસી લીધા બાદ તેની કોઈ આડઅસર થાય છે કે કેમ તેના પર દેખરેખ રાખવા રસી લેનાર વ્યક્તિઓને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા હતાં.