ETV Bharat / state

ધારપુર સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરો કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે બન્યા આશીર્વાદરૂપ - Corona Warriors

પાટણ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સગર્ભા મહિલાઓને ખાનગી હોસ્પિટલોમાં નહિવત્ સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 15 સગર્ભા મહિલાઓના સિઝેરીયન કરી તબીબોએ જીવ બચાવવામાં સફળતા મેળવી છે.

સગર્ભા મહિલાઓને વેઇટિંગ વગર કરવામાં આવે છે દાખલ

author img

By

Published : Apr 27, 2021, 1:43 PM IST

  • ધારપુર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા
  • સગર્ભા મહિલાઓને વેઇટિંગ વગર કરવામાં આવે છે દાખલ
  • દસ દિવસમાં 15થી વધુ સગર્ભા મહિલાઓના કરવામાં આવ્યા છે ઓપરેશન

પાટણ: જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે ધારપુર સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેક તબીબો જીવન દિપક સમાન બન્યા છે. જિલ્લામાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓને સારવાર આપવામાં આવતી નથી. જેને લઇ ધારપુરમાં મહિલાઓ માટે ખાસ અલાયદી વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી મહિલાઓને કોઈપણ જાતના વેઈટિંગ વગર તરત જ દાખલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો

14 સગર્ભા મહિલાઓના ઓપરેશન કરી બચાવ્યા છે જીવ

તેઓની માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરાઇ છે અને ઓક્સિજન તથા વેન્ટિલેટર બેડની પણ અલગ વ્યવસ્થા કરી અમુક બેડ રિઝર્વ રાખી સ્પેશિયલ 16 બેડનો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં અલગ ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. ડોક્ટર અને સ્ટાફ PPE કીટ પહેરીને મહિલાઓની પ્રસુતિ કરાવે છે. કોરોના સંક્રમિત મહિલાઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જેથી આવી સ્થિતિમાં પૂરતા લેવલથી ઓક્સિજન ચાલુ રાખી ઓપરેશન કરવામાં આવે છે.

ધારપુર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

આ પણ વાંચો: 18 વર્ષના લગ્નજીવન બાદ નિઃસંતાન દંપતીને મળ્યું સંતાન સુખ, સિવીલના તબીબો જીત્યાં શિશુને બચાવવાનો જંગ

16 વોર્ડનો સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો

ધારપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં 15 સગર્ભા મહિલાઓના સિઝેરિયન કરવામાં આવ્યા છે. જેમાંથી એક મહિલાનું મોત થયું છે. બાકીના 14 ઓપરેશનો ગાયનેક તબીબોની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. જેમાં ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે જ માતાના ગર્ભમાં જ બાળક મૃત્યુ પામેલા હતા. આવી ગંભીર સ્થિતિમાં સિઝેરિયન કરી માતાઓના જીવ આ તબીબી ટીમે બચાવ્યા છે.

ડોક્ટરો જીવની પરવા કર્યા વગર કોરોના વોરિયર્સ તરીકે કરી રહ્યા છે કામ

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરો અને એનેસ્થેસિયા સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના વોરિયર્સ તરીકે ખૂબ જ જોખમ લઈને સગર્ભા મહિલાઓના જીવ બચાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.