ETV Bharat / state

Divaso festival 2022: પાટણમાં દેવીપૂજક સમાજે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી દિવાસો ઊજવ્યો - દેવીપુજક ના ફોટા

અષાઢ વદ ચૌદશના દિવસે એટલે કે, દિવાસાનો દિવસ દેવીપૂજક માટે (Divaso festival 2022 )મહત્વનો ગણાય છે. આ દિવસે તેઓ સ્માશાનમાં જઈને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરે છે. એટલે દિવસાના દિવસે દેવી પૂજક સમાજ પાટણના સ્મશાનમાં પરંપરાગત રીતે પોતાના પૂર્વજોની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતાં જોવા મળ્યા હતા.

Divaso festival 2022: પાટણમાં દેવીપૂજક સમાજે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી દિવાસો ઊજવ્યો

author img

By

Published : Jul 27, 2022, 5:37 PM IST

પાટણઃ અષાઢ વદ ચૌદશને દેવીપૂજક (પટણી) સમાજના લોકો દિવસા (Divaso festival 2022 )તરીકે ઉજવણી કરે છે. પાટણમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. દેશભરમાં (Tribute at tomb of relatives)વસતા પટણી સમાજના લોકો આ દિવસે પાટણ આવી વિવિધ સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે.

દિવાસો તહેવાર 2022

મૃતકોની સમાધિ પર પૂજાવધી - પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે આજે દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો પાટણમાં આવી પહોંચ્યા( Celebrating Diwasa in Patan)હતા. શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં જઇને મૃતકોની સમાધિ પર પૂજાવધી કરી હતી. અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો સાથેજ મહિલાઓએ સ્વાજનોની યાદમાં હૈયાફાટ રુદન કર્યું હતું.

આ પણ વાંચોઃ પાટણની અગ્રવાલ હોસ્પિટલને આરોગ્ય ક્ષેત્રનું સર્વોત્તમ NABH પ્રમાણપત્ર મળ્યું

સામુહિક શ્રદ્ધાંજલિ અર્પી સામાજિક એકતાના દર્શન - દેવીપૂજક સમાજ દેવિદેવતાઓ ને પૂજનારો સમાજ છે.હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું તીર્થ ધામ કાશીને માનવામાં આવે છે. જ્યારે દેવીપૂજક સમાજ પોતાની માતૃભૂમિ એવી પાટણને સૌથી મોટું તીર્થ ધામ મને છે. મૃતકોની અસ્થિઓનું વિસર્જન પણ પાટણમાં આવીને કરે છે ત્યારે અષાઢ વદ ચૌદસના દિવસે આ સમાજના લોકો દિવાસાના પાવન પર્વ તરીકે ઉજવણી કરે છે અને પોતાના પૂર્વજોને અશ્રુભીની સામુહિક શ્રદ્ધાંજલિ અર્પી સામાજિક એકતાના દર્શન કરાવે છે.

આ પણ વાંચોઃ આજે દિવાસો-દશામાંના વ્રતનો પ્રારંભ, આદિવાસીઓનો અનેરો ઉત્સવ, મહીસાગરમાં બહેનોએ દશામાંની મૂર્તિની કરી સ્થાપના

પૂર્વજોને યાદ કર્યા - વર્તમાન સમયમાં માનવ માનવ વચ્ચેના સંબંધો ભુલાતા જાય છે ત્યારે દેશભરમાંથી ઉમટી પડેલા દેવીપુજક સમાજના લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવી પ્રેમ ભાવ અને લાગણીનો પરચો પૂરો પાડે છે. આ દિવસે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો પાટણના મહેમાન બન્યા હતા અને સ્મશાન ગૃહોમાં જઈ શ્રદ્ધાંજલિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.