- જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક મળી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મળી બેઠક
- પાટણના પૂર્વ સાંસદ અને ઉત્તરના પ્રભારી જગદીશ ઠાકોરના જ સ્થાને મળી બેઠક
- વિવિધ સંગઠનના વડાઓ સાથે તબક્કાવાર કરવામાં આવી ચર્ચાઓ
- ચૂંટણી જીતવા કોંગ્રેસે બનાવી રણનીતિ
પાટણ : જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પાટણ અને સિધ્ધપુરની નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. જેને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ ચૂંટણીમાં મજબૂત અને મતદારો સાથે સીધો સંપર્ક ધરાવતા ઉમેદવારો જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કોંગ્રેસ કોર્ડીનેટર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉત્તર ઝોનના પ્રભારી જગદીશ ઠાકોરે કારોબારી સભ્યો જિલ્લા સંગઠન જિલ્લા મોવડી મંડળ અને વિવિધ સંગઠનના વડાઓ સાથે તબક્કાવાર ચર્ચાઓ કરી હતી.
કોંગ્રેસ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને ઉતરશે મેદાનમાં
આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તો પ્રજા સમક્ષ જય ભાજપની વિવિધ નિષ્ફળતાઓ ઉજાગર કરવા અને મતદારોને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવવા અંગેની માર્ગદર્શન આપ્યું હતું.