- પાટણમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે વધુ એક સંસ્થા આગળ આવી
- 42 લેઉવા પાટીદાર યુવાનોએ દર્દીઓને સંતરાનો જ્યુસ આપવાની કરી શરૂઆત
- પાટીદાર યુવાનો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને આપે છે સંતરાનો જ્યુસ
- દિવસમાં બે વાર દર્દીઓને આપવામાં આવે છે સંતરાનો જ્યુસ
પાટણ : શહેર સહિત જિલ્લામાં કોરોના એ કહેર વર્તાવ્યો છે જેના કારણે તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે ત્યારે જિલ્લા મથક પાટણ ખાતે આવેલ ધારપુર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં શહેર સહિત જિલ્લાના અનેક દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે આ દર્દીઓ અને તેમના સ્વજનોને મદદરૂપ બનવા પાટણમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે. માનવતાના આ કામમાં અનેક સંસ્થાઓ પોતાનું યોગદાન આપી રહી છે.
આ પણ વાંચો - શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી
યુવાનો દ્વારા દિવસમાં બે વાર દર્દીઓને સંતરાના જ્યૂસ આપવામાં આવે છે
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે સંતરાનું જ્યુસ વિતરણનો સેવા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે. પાટણ શહેરના ડીસા હાઈવે રોડ પર એક ખૂલ્લા પ્લોટમાં સંતરાનો તાજો રસ નીકળી પ્લાસ્ટિકની 200 MLની બોટલમાં પેક કરી શહેરની વિવિધ હોસ્પિટલમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે. આ યુવાનો દ્વારા દિવસમાં બે વાર દર્દીઓને સંતરાના જ્યૂસ આપવામાં આવે છે.
આ પણ વાંચો - પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ
પ્રથમ દિવસે 1,000 કિલો સંતરાનો રસ તૈયાર કરાયો
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત કરાયેલા આ સેવા યજ્ઞમાં સમાજના 150થી વધુ યુવાનો યોગદાન આપી રહ્યા છે. પ્રથમ દિવસે 1,000 કિલો સંતરાનો રસ તૈયાર કરી બોટલમાં ભરી વાહનો મારફતે શહેરની વિવિધ હોસ્પિટલમાં જઈ દર્દીઓને ફ્રેશ જ્યુસ પહોંચાડવામાં આવ્યો હતો. પાટણમાં 20 દિવસ સુધી આ સંતરા જયસનું દર્દીઓને વિતરણ કરવામાં આવશે. જે બાદ દાતાઓનું અનુદાન આવશે. આ જ્યુસ વિતરણની સેવા અવિરત પણે ચાલુ રાખવામાં આવશે. 3 હાલની આ કોરોના મહામારીમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવાનોની આ કામગીરી દર્દીઓ સાહિત તેમના સગાઓ માટે આશીર્વાદરૂપ બની છે.