ETV Bharat / state

પાટણ નગરપાલિકા માટે પ્રથમ દિવસે 258 ઉમેદવારી ફોર્મનું વિતરણ - પાટણ ભાજપ

પાટણ નગરપાલિકાની આગામી ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી અંગેનું આજે સોમવારે વિધિવત રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી આજે સોમવારે પ્રથમ દિવસે જ કોર્પોરેટર બનવા થનગનતા 258 જેટલા ભાવિ ઉમેદવારોએ પાટણ પ્રાંત કચેરી ખાતેથી રૂપિયા 50 ભરીને ઉમેદવારી ફોર્મ લીધાં હતાં.

પાટણ નગરપાલિકા માટે પ્રથમ દિવસે 258 ઉમેદવારી ફોર્મનું વિતરણ

author img

By

Published : Feb 8, 2021, 10:38 PM IST

  • પ્રથમ દિવસે ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો
  • 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ 50 રૂપિયા ભરી ફોર્મ મેળવ્યાં

પાટણઃ પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઇચ્છુકોનો સોમવારે પ્રથમ દિવસે સવારથી જ ભારે ઘસારો જોવા મળ્યો હતો. પાટણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી દરમિયાન સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું અને અલગ અલગ ટેબલો ગોઠવી ફોર્મ વિતરણ કરવામાં આવ્યાં હતાં. એક ઉમેદવારી ફોર્મની ફી રૂપિયા 50 નિયત કરવામાં આવી છે.

આગામી સમયમાં ચૂંટણી રસપ્રદ બનશે

પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ ઉમેદવારોનો ફોર્મ લેવા માટેનો ભારે ઘસારો જોવા મળતા આગામી દિવસોમાં આ ચૂંટણી રસપ્રદ બને તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.