ભારત વિકાસ પરિષદની સિદ્ઘ હેમ શાખા, પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આજે પાટણ શહેરમાં હાખ લારી અને ફેરી કરી પેટીયું રળતા શ્રમિકોને ચંપલ, ટોપી અને રૂમાલ સહિત પાણીની બોટલ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારના 100 શ્રમિકોમાં આ કીટનું વિતરણ કરાયું હતુ.