પાટણઃ નગરપાલિકાના કર્મચારીઓએ શહેરના મુખ્ય બજારો અને મહોલ્લા પોળો પાસે આવેલી કરીયાણા, મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરી જેવી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અંતર જળવાઈ રહે અને કોરોના વાઇરસ ફેલાતો અટકાય તે માટે સફેદ પટ્ટાથી દુકાનો આગળ ગોળ રાઉન્ડ કર્યા છે અને દુકાનદારોને ટોળા ન કરવા તાકીદ કરી છે.
વડાપ્રધાને 24 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું છે, જેને લઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળશે કે નહીં તેવા ભયમાં લોકો ખરીદી માટે દુકાનોમાં પહોંચ્યા હતા અને દુકાન આગળ કરેલા કુંડાળામાં ઉભા રહી ખરીદી કરી હતી.
શાકભાજીની લારીઓ ઉપર પણ લોકોની ભારે ભીડ જામી હતી અને લોકોએ પોતાની સગવડ અનુરૂપ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ખરીદી કરી હતી.