પાટણ: સમી ખાતે એપીએમસી માર્કેટમાં ખેડૂતો હલ્લાબોલ કરી ધરણા પર બેઠાં હતાં. ગળામાં ચણાની પોટલી લટકાવી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ૭૫ ટકાનો કાપ મૂકતાં ખેડૂતો દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલાં ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં, તે સમયે ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા સભા યોજવાની શરૂઆત કરવામાં આવતાં પોલીસે ધારાસભ્ય સહિત ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી.
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોની અટકાયત કરતા અન્ય ખેડૂતોએ માનવસાંકળ રચી વિરોધ પ્રદર્શન કરતાં ભારે ઉત્તેજના છવાઇ હતી.