ETV Bharat / state

પાટણમાં બેદરકારીઃ કોરોનાનો કેસ વધ્યા હોવા છતાં બજારોમાં જામી ભીડ

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. છતાં પણ લોકો કોરોનાની આ ભયાનકતાથી અજાણ હોય તેમ દિવસ દરમિયાન મુખ્ય બજારો અને માર્ગો પર બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. જેને કારણે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. જો તકેદારી રાખવામાં નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બનશે.

પાટણમાં બેદરકારીઃ કોરોનાનો કેસ વધ્યા હોવા છતાં બજારોમાં જામી ભીડ
પાટણમાં બેદરકારીઃ કોરોનાનો કેસ વધ્યા હોવા છતાં બજારોમાં જામી ભીડ
author img

By

Published : Apr 15, 2021, 5:22 PM IST

  • પાટણમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ છતાં બજારોમાં ભીડ
  • શહેરના બજારોમાં જોવા મળી રહી છે લોકોની ભીડ
  • ક્યાંક માસ્ક વગર તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

પાટણઃ કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમ છતાં શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. આરોગ્ય તંત્ર તેમજ પોલીસ વિભાગ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની કામગીરી કરી રહી છે. તેમ છતાં શહેરના બજારોમાં ભીડ ઉમટી રહી છે. હાલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો દસ દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. શહેરમાં કોરોનાને લઇ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે રાત્રી કરફ્યૂ અને બપોર બાદ દુકાનો પણ બંધ રાખવામાં આવી રહી છે. જોકે સવારથી બપોર સુધી શહેરમાં ભીડ ના દ્રશ્યો ચિંતામાં વધારો કરી રહ્યા છે.

પાટણમાં બેદરકારીઃ કોરોનાનો કેસ વધ્યા હોવા છતાં બજારોમાં જામી ભીડ

આ પણ વાંચોઃ પાટણમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, કુલ સંખ્યા 210 થઇ

લોકોએ તકેદારી રાખવાની જરૂર

શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહે છે. કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અમલ જણાતો નથી. ત્યારે આવી મહામારીમાં લોકોએ સચેત રહી બીજાને પણ સાવચેત રાખવાની કામગીરી હાથ ધરવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.