ETV Bharat / state

પાટણમાં ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટીના કેસોની ભરમાર, વહીવટીતંત્ર સામે લોકોમાં ભારે રોષ

રાજ્યમાં કોરોના (Coronavirus) હળવો થયો છે, ત્યારે બીજી તરફ રોગચાળા (Epidemic)એ માથું ઊંચક્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ડેન્ગ્યૂ (Dengue), ટાઇફોઇડ (Typhoid), મેલેરિયા (Malaria)ના કેસો વધ્યા છે, ત્યારે પાટણમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા (Mosquito and water borne epidemics in Patan)એ દસ્તક દીધી છે. પાટણમાં છેલ્લા એક અઠવાડિયામાં વાઇરલ ફીવરના 135, શરદી-ખાંસીના 187, ઝાડા-ઊલટીના 30, ડેન્ગ્યુ પોઝિટિવ 16 કેસ સામે આવ્યા છે.

પાટણમાં ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટીના કેસોની ભરમાર

author img

By

Published : Oct 11, 2021, 2:15 PM IST

  • પાટણમાં ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટીના રોગચાળાની દસ્તક
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અનેક દર્દીઓ સારવાર હેઠળ
  • નગરપાલિકા વહીવટીતંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષ

પાટણ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળા (Mosquito and water borne epidemics in Patan)એ દસ્તક દેતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો તથા મોહલ્લા-પોળોના પાસે આવેલા ક્લિનિક ડેન્ગ્યૂ (Dengue), ટાઇફોઇડ (Typhoid), મેલેરિયા (Malaria) તથા વાયરલ ફિવર (Viral fever)ના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. શહેર રોગચાળામાં સપડાયું હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રોગચાળાને રોકવા માટે કોઈ જ પગલા ભરવામાં નહીં આવતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.

પાટણમાં ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટીના કેસોની ભરમાર

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી

પાટણમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ દસ્તક દીધી છે જેને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા ચોમાસાના સમયે રોગચાળો ફેલાય નહીં તે માટે એક્શન પ્લાન ઘડી સંતોષ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.

જંતુનાશક દવાઓનો છંટકાવ પણ નથી કરાતો

પાટણમાં ઘેર ઘેર રોગચાળાએ દસ્તક દીધા છે છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કે ફોગિંગ પણ કરવામાં આવતું નથી. હોસ્પિટલોમાં સવારથી જ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં ડેન્ગ્યુ, ટાઈફોડ, મેલેરિયા અને કમળાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત મોહલ્લા-પોળોની પાસે આવેલા તબીબોના દવાખાનાઓ ઉપર પણ સવાર-સાંજ દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે.

સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા

પાટણ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યું, ઝાડા-ઉલટી અને વાયરલ ફિવરના અનેક કેસો નોંધાયા છે. પાટણમાં ફેલાયેલા રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 1,972 દર્દીઓને તપાસવામાં આવ્યા છે, જેમાં વાઇરલ ફીવરના 135, શરદી-ખાંસીના 187, ઝાડા-ઊલટીના 30, ડેન્ગ્યુ પોઝિટિવ 16, ટાઈફોઈડના 6, ઝેરી કમળાના એક અને મેલેરિયાના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાટણ સિવિલ હોસ્પિટલમાં પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે PSA Oxygen Plantનું કરાવ્યું લોકાર્પણ

આ પણ વાંચો: માણો પાટણના ગરબા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.