ETV Bharat / state

સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે ટોળાં ઉમટ્યા, જિલ્લા કલેક્ટરે મુલાકાત કરી જરૂરી સૂચનો આપ્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પૌરાણિક માતૃતિર્થ બિંદુ સરોવર ખાતે સમગ્ર રાજ્યમાંથી તર્પણ વિધિ માટે આવતા લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે અને કોરોના સંક્રમણ વધે નહીં તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચત કરવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી સૂચના આપી હતી.

author img

By

Published : Nov 24, 2020, 4:57 AM IST

સરસ્વતી નદી
સરસ્વતી નદી
  • તર્પણ વિધિ માટે લોકો ઉમટતા કલેક્ટર ગુલાટી સિદ્ધપુર દોડી આવ્યા
  • તર્પણ વિધિ માટે 3થી 5 વ્યક્તિઓને આવવા જિલ્લા કલેક્ટરે કર્યો અનુરોધ
  • માધુ પાવડિયા ઘાટ ખાતે પંડિતોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા આપી સૂચના
  • વાહનોમાં 75 ટકાથી વધુ લોકો બેસી શકશે નહી

પાટણ : કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી સરસ્વતી નદીના કાંઠે તર્પણ વિધિનું ખુબ મહત્વ રહેલું છે. જેના કારણે આ સમયગાળા દરમિયાન સિદ્ધપુરના બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે રાજ્યભરમાંથી હજારો લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. હાલ જિલ્લામાં વધી રહેલા કોવિડ 19ના કેસોને ધ્યાનમાં રાખીને આ સ્થળોએ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખે રૂબરૂ મુલાકાત લીધી હતી.

સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે ટોળાં ઉમટતાં જિલ્લા કલેકટર દોડી આવ્યા

ઉંમરલાયક અને નાના બાળકોને તર્પણ વિધિ માટે ન લાવવા કલેક્ટરની સૂચના

બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે તર્પણ વિધિ માટે આવતા લોકો તથા પંડિતોને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવામાં સહયોગી થવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, તર્પણ વિધિ માટે પરિવારના 3થી 5 લોકો જ આવે તથા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયસ્કો અને 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને ન લાવવામાં આવે. આ સાથે જ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે અને સામાજીક અંતર જાળવવામાં આવે તે જરૂરી છે.

સરસ્વતી નદી
તર્પણ વિધિ માટે ત્રણથી પાંચ વ્યક્તિઓ ને આવવા જિલ્લા કલેકટરે કર્યો અનુરોધ

મેળાની મંજૂરી ન હોવાને કારણે કોઈ લારી ગલ્લા કે જમવાના સ્ટોલ ઉભા કરી શકાશે નહીં

તર્પણ વિધી માટે આવતા કોઈપણ વાહનમાં 75 ટકાથી વધુ લોકો બેસી શકશે નહીં. જેનો ભંગ કરનારા ચાલક તથા વ્યક્તિઓ સામે દંડની તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે વહિવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી ન આપી હોવાથી ચા-નાસ્તો કે જમવા માટે પ્રવેશ કરનારા લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.