- પાટણ જિલ્લામાં કોરોના રસીનો જથ્થો આવી પહોંચ્યો
- વેક્સિન ધારપુર કોલેજમાં રાખવામાં આવી
- 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં આપવામાં આવશે રસી
- હેલ્થ વર્કરો ને કોરોના રસી આપવામાં આવશે
પાટણ :સરકાર દ્વારા આગામી તારીખ 16 જાન્યુઆરી થી સમગ્ર દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જેના ભાગરૂપે પાટણ જિલ્લા માટે 10240 રસીનો જથ્થો મોકલવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી જિલ્લાના સ્થળો ખાતેથી હેલ્થ વર્કરો ને કોરોના રસી આપવામાં આવશે.
જિલ્લાના 6 સ્થળો પરથી આપવામાં આવશે રસી
પ્રથમ દિવસે ચાણસ્મા, ધારપુર મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલ પાટણ, chc સમી, રાધનપુર અને સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ સિધ્ધપુરના સ્થળો પરથી દિવસ દરમિયાન 100 મળી કુલ 600 હેલ્થ વર્કરો ને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.