ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીથી કોવિડ 19 લોકજાગૃતિ વિજય રથને રજિસ્ટ્રારે પ્રસ્થાન કરાવ્યો - કોવિડ 19 વિજય રથ

કોવિડ 19 અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી રાજ્યભરમાં કોવિડ 19 વિજય રથ દ્વારા કોરોના વાઇરસ સામે સાવચેતી અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રજિસ્ટ્રારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો.

વિજય રથ
વિજય રથ
author img

By

Published : Sep 20, 2020, 12:07 PM IST

પાટણ : કોરોના વાઇરસ સામે લડવા સાવચેતી અને સલામતી જ સૌથી મોટો ઉપાય છે, ત્યારે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોક સંપર્ક કરો ઇન્ફોર્મેશન અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં વિજય થકી લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણ યુનિવર્સિટી પરિસરથી રજીસ્ટાર ડો. ડી.એમ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે.

વિજય રથ
પાટણ યુનિવર્સિટીથી પ્રસ્થાન થયેલા રથ રૂટની વાત કરીએ તો કમલીવાડા, નેદરા થઈ સિધ્ધપુર પહોંચશે અને વિવિધ સ્થળોએ ફરી જાગૃતિનો સંદેશો ફેલાવશે સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર મર્યાદિત સંખ્યામાં કલાકારો ભવાઈ ડાયરો નાટક જેવી કળાઓ દ્વારા લોકોને હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશો ફેલાવી રહ્યા છે.કોરોના વિજય રથમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ્ય મંત્રાલયે પ્રમાણિત કરેલા આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓ અને માસ્કનું વિનામૂલ્યે વિતરણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી તથા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી દરેક નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.