પાટણઃ જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝિટિવના વધુ 15 કેસ નોંધાયા છે. જેને લઇ જિલ્લાનો આંક 376 થયો છે. જ્યારે શહેરમાં અગિયાર કેસનો ઉમેરો થતાં શહેરનો આંક 185 થયો છે. શહેરના લોટેશ્વર વિસ્તારમાં આવેલા પખાલીવાડામાં રહેતા 72 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા કુલ મૃત્યુઆંક 33 થયો છે.
પાટણ શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 86 વર્ષીય પુરુષ, સુભાષ ચોકમાં ગુણવંતા હનુમાન મંદિર પાસે રહેતી 66 વર્ષીય મહિલા, પાવથિ પોળમાં 51 વર્ષીય પુરુષ, પંચોલી પાડામાં 90 વર્ષીય પુરુષ, મીરા દરવાજા વિસ્તારમાં 60 વર્ષીય પુરુષ, વ્રજધામ સોસાયટીમાં 35 વર્ષીય પુરુષ અને 33 વર્ષીય મહિલા, ખોખરવાડામાં 60 વર્ષીય પુરુષ, ગણપતિની 54 વર્ષીય પુરુષ, કુંજ સોસાયટીમાં 57 વર્ષીય સ્ત્રી, નારાયણ સોસાયટીમાં 57 વર્ષીય મહિલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ ઉપરાંત સાંતલપુર તાલુકાના બામરોલી ગામે 65 વર્ષીય મહિલા, સિદ્ધપુર શહેરમાં અંબાલાલની ચાલીમાં 45 વર્ષીય પુરુષ, શામજી મંદિર પાસે 70 વર્ષિય આધેડ અને ધોળી પોળમાં 66 પોળમાં 66 વર્ષીય મહિલા મળી સિદ્ધપુરમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે રાધનપુર તાલુકાના સીંનાડ ગામે 54 વર્ષીય પુરુષ અને સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે 22 વર્ષીય યુવાન, ખલીપુર પરા વિસ્તારમાં 26 વર્ષીય યુવાન તેમજ ચાણસ્મા તાલુકાના કેશણી ગામે 27 વર્ષે યુવાન કોરોના ગ્રસ્ત બન્યા છે.