ETV Bharat / state

Patan Corona Positive couple: પાટણ જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાનો પગપેસારો, સિદ્ધપુરમાં 2 કેસ નોંધાયા - સિદ્ધપુર કોરોનાની ઝપટમાં

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર (Corona's second wave) બાદ ઘણા લાંબા સમય બાદ ઓમીક્રોન વેરિઅન્ટના (Omicron variant) ખતરા વચ્ચે સોમવારે સિદ્ધપુરમાં કોરોના 2 કેસ પૉઝિટિવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિદ્ધપુર કોરોનાની ઝપટમાં આવતા આરોગ્ય તંત્ર (Health system) દોડતું થયું હતું.

Patan Corona Positive couple: પાટણ જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાની દસ્તક, સિદ્ધપુરમાં બે કેશ નોંધાયા

author img

By

Published : Dec 14, 2021, 7:49 AM IST

  • પાટણ જિલ્લામાં સાત મહિના બાદ કોરોનાએ દીધી દસ્તક
  • સિદ્ધપુર કોરોનાની ઝપટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
  • પ્રથમ લહેરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ સિદ્ધપુરમાં નોંધાયો હતો

પાટણ: કોરોનાની પ્રથમ (Corona's first wave) અને બીજી લહેરે (Corona's second wave) સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો હતો અને ઘાતક સાબિત થઈ હતી, ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી આ વાઇરસ હળવો થતાં પૉઝિટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ દિવાળી અને લગ્નસરાની સિઝન બાદ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસ સપાટી પર આવ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા બાદ પાટણ જિલ્લામાં પણ કોરોનાના 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ દંપતીની મુલાકાત લેવામાં આવશે

પાટણના સિધ્ધપુરમા દંપતી કોરોના પૉઝિટિવ થતા આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય તંત્ર દ્વારા પતિ-પત્નીને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા રોજેરોજ આ દંપતીની મુલાકાત લેવામાં આવશે. તો સાવચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર (Health system) દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. RTPCR ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે.

પ્રથમ લહેરમાં કોરોનાનો પ્રથમ કેસ સિદ્ધપુરમાં નોંધાયો હતો.

કોરોનાની પ્રથમ લહેરમાં પાટણ જિલ્લાનો પ્રથમ કેસ જેતપુર તાલુકામાં નોંધાયો હતો. જ્યારે બીજી લહેર બાદ પણ આજે ફરીથી સિધ્ધપુરમાં કોરોના બે કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધી 5,35,664 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા

પાટણ જિલ્લામાં અત્યાર સુધી 5,35,664 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 5,23,820 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ અને 10,662 દર્દીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. જેમાં 10,552 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 1411 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. તો અત્યાર સુધી 109 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોનાના 41 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીના મોત

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોના સંદર્ભે દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.