ETV Bharat / state

પાટણમાં વીજ કાપ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, ખેડૂતો પણ થયા સામેલ - કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાટણમાં વીજ કાપને (Power Cut in Patan) લઈને સોમવારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન (Congress protests) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો સહિત મહિલાઓએ પણ વિરોધનો સુર લગાવ્યો હતો. આ સાથે જ કોંગી આગેવાનોએ સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી હતી.

પાટણમાં વીજ કાપ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

author img

By

Published : Oct 25, 2021, 10:45 PM IST

  • પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
  • ખેડૂતોને સાથે રાખી વીજ કંપનીના મુદ્દે કરાયો વિરોધ
  • રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાટણ : ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી વીજ લોડ સેવિંગના બહાના હેઠળ ખેડૂતોને અપાતી વીજળીમાં (Congress protests) ત્રણથી ચાર કલાકનો કાપ મુકવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયો છે. વરસાદ ઓછો થવાને કારણે ઉત્તર ગુજરાતમાં તળાવમાં પૂરતા પાણી નથી અને સિંચાઈની તમામ કેનાલો ખાલીખમ પડેલી છે જેના લઈને ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડે છે, તેવા સમયે સરકાર દ્વારા વીજ કાપ કરતા ખેડૂતો પર પડતાં (Power Cut in Patan) પર પાટું સમાન થયો છે.

પાટણમાં વીજ કાપ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિરોધ

સરકારની આ ખેડૂત વિરોધી નીતીને લઈને સોમવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ અને ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ જોડાયા હતા, આ દરમિયાન ભાજપ સરકાર સામે સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા, તો બીજી તરફ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ સરકારના છાજીયા કુટી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ધરણા પ્રદર્શન બાદ કોંગ્રેસ આગેવાનો કાર્યકરો બગવાડા દરવાજાથી રેલી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર સિંહ ગુલાટીને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતી વીજળી તેમજ સિંચાઇની કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.

વીજ સ્ટેશનો તાળાબંધી કરવાની ધારાસભ્ય કીરીટ પટેલની ચીમકી

પાટણના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી જણાવ્યું હતું કે, જો ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં નહીં આવે તો વીજ સ્ટેશનો આગળ કોલ ઠાલવી તાળાબંધી કરવામાં આવશે અને ખાલી પડેલી કેનાલમાં ફૂટબોલ કે કબડી રમી વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.