ETV Bharat / state

મેેં ક્રોસ વોટિંગ કર્યું નથી, કોઈ પણ ધારાસભ્યનું ખોટું નામ ના ચલાવવું જોઈએઃ કિરીટ પટેલ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં( presidential election 2022)ગુજરાત કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ વાતને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નકારી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ યોગ્ય તપાસ કરી જે લોકોએ ક્રોસ વોટિંગ કર્યું હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મેેં ક્રોસ વોટિંગ કર્યું નથી, કોઈ પણ ધારાસભ્યનું ખોટું નામ ના ચલાવવું જોઈએઃ કિરીટ પટેલ
મેેં ક્રોસ વોટિંગ કર્યું નથી, કોઈ પણ ધારાસભ્યનું ખોટું નામ ના ચલાવવું જોઈએઃ કિરીટ પટેલ
author img

By

Published : Jul 22, 2022, 5:51 PM IST

પાટણઃ તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ( presidential election 2022)ગુજરાત કોંગ્રેસના 7 ધારાસભ્યોએ(Gujarat Congress) ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સમર્થનમાં મતદાન કર્યાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ ક્રોસ વોટિંગમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ પણ સામે આવ્યું છે. જેને લઇને ધારાસભ્ય કિરીટ પટેલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતે ક્રોસ વોટિંગ કર્યાની વાતને નકારી કાઢી હતી.

ક્રોસ વોટિંગ

આ પણ વાંચોઃ ધારાસભ્ય સામેથી પોતાના નામ જાહેર કરે : સી.જે.ચાવડા

પાર્ટીએ સખત કાર્યવાહી કરવી જોઈએ - ધારાસભ્ય કિરીટ પટેલે(MLA Kirit Patel) જણાવ્યું હતું કે મેં કોઈ ક્રોસ વોટિંગ કર્યું નથી. આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ યોગ્ય તપાસ કરવી જોઈએ. કોઈપણ ધારાસભ્યના નામ ખોટી રીતે ચલાવવા જોઈએ નહીં જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી હોય તેની યોગ્ય તપાસ કરવી જોઈએ. જો ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાનું સાબિત થાય તો તેમની ઉપર કોંગ્રેસ પાર્ટીએ સખત કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ

ક્રોસ વોટિંગના મુદ્દે કોંગ્રેસનું રાજકારણ ગરમાયું - કોંગ્રેસના સાત ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ક્રોસ વોટિંગ કર્યાનો મુદ્દો હાલમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.