ETV Bharat / state

Walk In Vaccination Campaign : પાટણ જિલ્લામાં પ્રારંભે જ લાગી લાંબી લાઈન - Patan Civil Hospital

21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો (Corona Vaccination Campaign) રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પાટણના હારીજ શહેર ખાતે કેબિનેટપ્રધાન દિલીપ ઠાકોરની (Cabinet Minister Dilip Thakor ) ઉપસ્થિતિમાં પાટણ જિલ્લામાં રસીકરણ (Vaccination) અભિયાનની શરૂઆત કરાવાઈ હતી.

Walk-in vaccination: પાટણ જિલ્લામાં પ્રારંભે જ લાગી ગઇ રસીકરણ માટે લાંબી લાઈન

author img

By

Published : Jun 21, 2021, 8:19 PM IST

● હારીજ ખાતેથી દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ
● દરેક વ્યક્તિને કોરોના પ્રતિરોધક રસી Corona vaccine લેવા કેબિનેટપ્રધાને કરી અપીલ
● જિલ્લામાં 128 રસીકરણ ( vaccination) કેન્દ્રો કાર્યરત
● 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો રજિસ્ટ્રેશન વગર સરળતાથી રસી લઇ શકશે

પાટણઃ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની કામના સાથે રસીકરણ મહાઅભિયાનનો (Corona Vaccination Campaign) શુભારંભ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસની (Corona Virus) બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયાં હતાં. નિષ્ણાતોના મત મુજબ ત્રીજી લહેર (Third wave of the corona) વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે ત્યારે દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી (Vaccination) સરળતાથી લઈ શકે તે માટે સમગ્ર રાજ્યમાં વોક ઈન રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સરળતાથી થશે રસીકરણ

આ અભિયાન હેઠળ રાજ્યના 18 વર્ષથી મોટી વયના તમામ લોકો ગમે તે સ્થળે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સરળતાથી રસી (Vaccination) મેળવી શકશે. પાટણ જિલ્લામાં 128 જેટલા વેક્સિનેશન બૂથ કાર્યરત કરવામાં આવ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરમાં (Third wave of the corona) મૃત્યુદર ઘટાડી શકાય તે માટે તમામ નાગરિકોને રસી લેવા અને અન્ય લોકોને રસીકરણ ( Corona vaccine ) માટે પ્રેરણા આપવા કેબિનેટપ્રધાને (Cabinet Minister Dilip Thakor ) ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.

● પાટણ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારીએ રસીકરણનો કરાવ્યો પ્રારંભ
● સિવિલ હોસ્પિટલ ખાતે રસી લેવા લાઈનો લાગી
● પાટણ શહેરમાં રસીકરણ માટે ચાર કેન્દ્રો કાર્યરત કરાયા
● મંગળવારથી 10 કેન્દ્રો પર રસીકરણ કરાશે

સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

પાટણ સિવિલ હોસ્પિટલ ( Patan Civil Hospital ) ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડી.કે.પારેખની ઉપસ્થિતિમાં વોક ઈન રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં અલગ-અલગ ચાર સ્થળો પર રસીકરણ (Vaccination) કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસી લેવા માટે લાઈનો લગાવી હતી. આવતીકાલથી પાટણ શહેરમાં 10 સ્થળો ઉપર રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. તો રસીકરણ મહાઅભિયાનમાં (Corona Vaccination Campaign) સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ પાટણ શહેરમાં 42% થયુ રસીકરણ, 1, 28,000 લોકોને રસીકરણનો આપ્યો ટાર્ગેટ

Walk In Vaccination Campaign : પાટણ જિલ્લામાં પ્રારંભે જ લાગી લાંબી લાઈન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.