● કોરોના વેક્સિનેશન અભિયાનના ફેઝ-2નો પ્રારંભ
● કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકને આપવામાં આવી રસી
● ફેઝ-2માં 6000 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે રસી
● રસી સુરક્ષિત અને સંપૂર્ણ સલામત છે:જિલ્લા વિકાસ અધિકારી
● દરેક ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી લેવા માટે અપીલ કરવારવામાં આવી
![કોરોના વેક્સિનેશન અભિયાનના ફેઝ-2નો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓને અપાઇ રસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-commencementofthesecendphaseofvaccinactioninthedistrict-vbbb-vo-gj10046_31012021164914_3101f_01815_575.jpg)
પાટણઃ હેલ્થ કેર પ્રોવાઇડર્સને રસીકરણ આપ્યા બાદ કોરોના પ્રતિરોધક વેક્સિનેશન પ્રોગ્રામના બીજા તબક્કામાં જિલ્લા કલેક્ટર જિલ્લા, પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીને રસી આપવામાં આવી હતી. કોરોના પ્રતિરોધક વ્યક્તિ લીધા બાદ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ત્રણ સેન્ટર પરથી સરકારી અને ખાનગી ક્ષેત્રના 46000 જેટલા હેલ્થ કેર પ્રોવાઇડર્સને રસી આપવામાં આવી છે. રવિવારથી શરૂ કરવામાં આવેલા બીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 6 હજાર જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આગામી પાંચથી છ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તો જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે, રસી લેવામાં ગભરાવવાની કે રશિ અંગે કોઈ શંકા રાખવાની જરૂર નથી. રસીની કોઈ આડઅસર થતી નથી, ત્યારે સરકારના આ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રસી લેવા વોરિયર્સને અપીલ કરી હતી.
રસી અંગે અફવાઓ ફેલાવાને બદલે રસી લઇએ તો તેનુ આપોઆપ થશે ખંડન: જિલ્લા પોલિસ અધિક્ષક
આગામી સમયમાં 10 સેન્ટર પરથી 3600 પોલીસ કર્મચારીઓને આપવામાં રસી આવશે. રસી વિશે ફેલાયેલી અફવાઓ અંગે વાત કરતા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા જણાવ્યું હતું કે, કૃષિ અંગેની અફવાઓનો પ્રત્યુત્તર આપવાને બદલે રસી લઇ તેનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે તો આપોઆપ તેનું ખંડન થશે માટે આજે અમે સ્વયમ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જે સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે આગામી સમયમાં જિલ્લામાં 10 સેન્ટર પરથી પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના 3600 જેટલા જવાનોને તબક્કાવાર રસી આપવામાં આવશે.